The Great Indian Kapil Show

The Great Indian Kapil Show: કપિલ શર્માના શોનો ફર્સ્ટ લુક આવ્યો સામે, હવે OTT પર સ્ટ્રીમ થશે

The Great Indian Kapil Show: ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 30 માર્ચથી દર શનિવારે રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

મનોરંજન ડેસ્ક, 01 માર્ચઃ The Great Indian Kapil Show: કપિલ શર્માના ચાહકો માટે ખુશ ખબર છે. ટૂંક સમયમાં જ ફરી એક વખત કોમેડિયન કપિલ શર્મા પોતાની ટીમ સાથે ઓટીટી પર ધમાકેદાર એન્ટ્રી કરશે. ઘણા સમય પહેલા કપિલ શર્માએ એનાઉન્સમેન્ટ કર્યું હતું કે તે હવે ટીવી પર નહીં પરંતુ પોતાનો કોમેડી શો હવે નેટફ્લિક્સ પર લઈને આવી રહ્યો છે. ત્યારે હવે આ શોનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે અને સાથે જ શો ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 30 માર્ચથી દર શનિવારે રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. શોના આ પ્રોમોમાં કપિલ શર્માની સાથે અર્ચના પૂરણ સિંહ, ક્રિષ્ના અભિષેક, કીકુ શારદા સાથે સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે. એટલે કે આ શોથી સુનીલ ગ્રોવર પણ કપિલ શર્માના શોમાં કોમેડી કરતો જોવા મળશે.

આ પણ વાંચોઃ Gold silver Rate: સોનું-ચાંદી બંને ઉછળ્યા, લેવાનું વિચારતા હોવ તો જાણી લો લેટેસ્ટ ભાવ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો