Reliance and disney Marge

Reliance and Disney Marge: રિલાયન્સ અને ડિઝનીની ડીલ થઇ ફાઇલ, આ જોઇન્ટ વેન્ચરની ટ્રાન્ઝેક્શન વેલ્યુ 70,352 કરોડ રૂપિયા હશે

Reliance and Disney Marge: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, Viacom 18 અને વોલ્ટ ડિઝની કંપનીએ એક સંયુક્ત સાહસ સ્થાપિત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે

બિઝનેસ ડેસ્ક, 01 માર્ચઃ Reliance and Disney Marge: રિલાયન્સ અને ડિઝની બંને કંપનીઓ પોતાની ટીવી અને ડિજિટલ એસેટ્સને મર્જ કરીને એક સંયુક્ત સાહસ સ્થાપિત કરશે. રિલાયન્સ આ સંયુક્ત સાહસમાં 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને સંયુક્ત સાહસમાં કંપનીનો 16.34 ટકા હિસ્સો હશે. ડિઝની સંયુક્ત સાહસને કન્ટેન્ટ લાઇસન્સ પ્રદાન કરશે.

“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, Viacom 18 અને વોલ્ટ ડિઝની કંપનીએ એક સંયુક્ત સાહસ સ્થાપિત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે Viacom 18 અને સ્ટાર ઇન્ડિયાના વ્યવસાયોને એક સાથે લાવશે. આ સંયુક્ત સાહસમાં રિલાયન્સનો હિસ્સો 16.34 ટકા રહેશે. Viacom18 ની ભાગીદારી 46.82 ટકા હશે. સંયુક્ત સાહસમાં ડિઝનીનો હિસ્સો 36.84 ટકા રહેશે. નીતા અંબાણી આ સંયુક્ત સાહસના ચેરપર્સન હશે જ્યારે ઉદયશંકર વાઇસ ચેરપર્સન રહેશે. જોઇન્ટ વેન્ચરની ટ્રાન્ઝેક્શન વેલ્યુ 70,352 કરોડ રૂપિયા હશે.

આ પણ વાંચોઃ The Great Indian Kapil Show: કપિલ શર્માના શોનો ફર્સ્ટ લુક આવ્યો સામે, હવે OTT પર સ્ટ્રીમ થશે

આ કરાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ડિઝની સાથેનું આ સંયુક્ત સાહસ ખૂબ જ મહત્વનું છે. જે મનોરંજન ઉદ્યોગમાં એક નવા યુગની શરૂઆત કરશે. આ સંયુક્ત સાહસ શાનદાર કન્ટેન્ટ બનાવવામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ તરફથી જારી કરવામાં આવેલ રિલીઝ અનુસાર, આ સંયુક્ત સાહસ મનોરંજન અને સ્પોર્ટ્સ કન્ટેન્ટ માટે દેશના અગ્રણી ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મમાંનું એક હશે. તે કલર્સ, સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ, સ્ટાર સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ 18 જેવી સૌથી વિશિષ્ટ મીડિયા એસેટ્સ અને જિયોસિનેમા અને હોટસ્ટાર દ્વારા ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી વધુ વિશિષ્ટ ઇવેન્ટ્સના એક્સેસને એક સાથે લાવે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો