Adani got telecom service license

Adani got telecom service license: જીયો અને એરટેલને ટક્કર આપવા અદાણી ઉતરશે મેદાનમાં, અદાણીને મળ્યું ફુલ ટેલિકોમ સર્વિસ લાયસન્સ

Adani got telecom service license: પીટીઆઈના અહેવાલ અનુસાર અદાણી ડેટા નેટવર્ક્સને UL (AS) લાયસન્સ મળ્યું

નવી દિલ્હી, 12 ઓક્ટોબરઃ Adani got telecom service license: અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ (ADNL) કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનું એક યુનિટ છે. પીટીઆઈના અહેવાલ અનુસાર અદાણી ડેટા નેટવર્ક્સને UL (AS) લાયસન્સ મળ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ લાઇસન્સ સોમવારે જારી કરવામાં આવ્યું છે.

5G સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ડેટા નેટવર્ક્સે 20 વર્ષ માટે 212 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કંપનીએ 26GHz મિલિમીટર વેવ બેન્ડ્સમાં 400MHz સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે.

આ પણ વાંચોઃ Gujarat IAS Transfer: ગુજરાત ચૂંટણી પહેલા 23 આઈએએસ ઓફિસરની કરી બદલી, અમદાવાદના નવા કલેક્ટર બન્યા ધવલ પટેલ- વાંચો વિગત

Advertisement

અદાણી ગ્રૂપે તે સમયે કહ્યું હતું કે કંપની આ એરવેવ્સને તેના ડેટા સેન્ટર્સ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સિવાય કંપની તેનો ઉપયોગ સુપર એપમાં વીજળી વિતરણથી લઈને એરપોર્ટ, ગેસ રિટેલથી લઈને પોર્ટ સુધીના બિઝનેસ માટે કરશે.

અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવા હસ્તગત કરાયેલા 5G સ્પેક્ટ્રમથી એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અપેક્ષા છે જે અદાણી ગ્રૂપના ડિજિટાઇઝેશનના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઈમરી ઈન્ડસ્ટ્રી અને B2C બિઝનેસ પોર્ટફોલિયોના સ્કેલ અને ઝડપને આગળ વધારવામાં મદદ કરશે.”

આ પણ વાંચોઃ Winter forecast: જાણો ગુજરાતમાં ક્યારથી શરુ થશે શિયાળો?

Advertisement
Gujarati banner 01