Gujarat IAS Transfer

Gujarat IAS Transfer: ગુજરાત ચૂંટણી પહેલા 23 આઈએએસ ઓફિસરની કરી બદલી, અમદાવાદના નવા કલેક્ટર બન્યા ધવલ પટેલ- વાંચો વિગત

Gujarat IAS Transfer: લોચન સહેરાને ઇસરોમાં મુકાતા હવે અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર કોને બનાવાશે તે મુદ્દે ચર્ચા છેડાઇ

ગાંધીનગર, 12 ઓક્ટોબર: Gujarat IAS Transfer: ગુજરાત ચૂંટણી પહેલા આજે  ફરીથી રાજ્યમાં 23 આઈએએસ ઓફિસરની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદના નવા કલેક્ટર ધવલ પટેલને બનાવવામાં આવ્યા છે. આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. દિલીપ રાણાની કચ્છના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એમ. થેન્નારસન અમદાવાદના કમિશનર બન્યા છે. જ્યારે ધવલ પટેલને અમદાવાદના નવા કલેક્ટર બનાવવામાં આવે છે.

બી.આર દવેની તાપીના કલેક્ટર તરીકે, બી.કે પંડ્યાની મહીસાગરના કલેક્ટર તરીકે, યોગેશ નિરગુડે ટ્રાઈબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે પી.આર જોષી ભરૂચના DDO બન્યા છે. બી.કે વસાવા સુરતના DDO બન્યા છે. એસ.ડી ધાનાણી દ્વારકાના DDO, સંદીપ સાગલે ગાંધીનગરના કમિશનર બન્યા છે. આ સાથે રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવાાં આવી છે. ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે, ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગના કલેક્ટર તરીકે અને જી.ટી પંડયાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Winter forecast: જાણો ગુજરાતમાં ક્યારથી શરુ થશે શિયાળો?

તાજેતરમાં જ ગુજરાતના કેટલાક અધિકારીઓ કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટેરીના પદ માટે એમ્પેનલ્ડ થયા હતા. તેમાંના 5 અધિકારીઓને કેન્દ્રની કેબિનેટ સમિતિએ રવિવારે બઢતી સાથે બદલી આપી છે. આ પાંચ અધિકારીઓમાં અમદાવાદનાં મ્યુનિસપલ કમિશ્નર લોચન સહેરાનો પણ સમાવેશ થાય છે. લોચન સહેરાને ઇસરોમાં મુકાતા હવે અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર કોને બનાવાશે તે મુદ્દે ચર્ચા છેડાઇ હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બનવું એ મહત્વની જગ્યા પર નિમણુંક મળ્યાનું ગૌરવ જરુર છે. પરંતુ આ પદ પર બેસવું એ કાંટાળા તાજ ને સાચવવા જેવુ છે. એક સમયે આ જગ્યા પર મુકેશકુમાર જેવા સિનિયર અધિકારી પણ થાક્યા હતા. આ જગ્યા પર કોને મૂકાશે તેવા નામોની ચર્ચામાં એમ.થેનારસન, રાજકુમાર બેનીવાલ, અશ્વિની કુમાર, હરીત શુકલા જેવા નામો શામેલ હતા.

આ પણ વાંચોઃ International Literature Festival 2022: અમદાવાદમાં ‘ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન, ગીતકાર સમીર, અભિનેતા તુષાર કપૂર રહ્યા હાજર

Gujarati banner 01