Karwa Chauth

Karwa chauth 2022: આજે કરવા ચોથ, જાણો આજના દિવસે ચંદ્રની વધારે રાહ કેમ જોવામાં આવે છે?

Karwa chauth 2022: આજના દિવસે પતિના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામનાથી મહિલાઓ આખો દિવસ ભોજન કર્યા વિના અને પાણી પીધા વિના વ્રત રાખે છે

ધર્મ ડેસ્ક, 13 ઓક્ટોબરઃKarwa chauth 2022: આજે ગુરુવાર, 13 ઓક્ટોબરના રોજ કરવા ચોથ છે. પતિના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામનાથી મહિલાઓ આખો દિવસ ભોજન કર્યા વિના અને પાણી પીધા વિના વ્રત રાખશે. સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય આપવામાં આવશે. આ દિવસે સૌથી વધારે ચંદ્રની રાહ જોવામાં આવે છે. સામાન્ય રીતે ચંદ્રના દર્શન જલ્દી થઇ જાય છે પરંતુ ચોથના દિવસે ચંદ્રોદયમાં વધારે સમય લાગે છે. તેના પાછળ ભૌગોલિક અને જ્યોતિષીય કારણ છે.

ખગોળ વિજ્ઞાનમાં ચંદ્ર અને પૃથ્વીની ગતિ

  • પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર 180 ડિગ્રીએ હોય છે, એટલે સામ-સામે હોય છે. એટલે પૂર્ણિમાએ સૂર્યાસ્ત થતાં જ ચંદ્ર પૂર્વથી ઉદય થાય છે.
  • ચંદ્ર, પૃથ્વી તરફ અને પૃથ્વી, સૂર્યની પરિક્રમા કરીને આગળ વધે છે.
  • પૃથ્વીની ગતિના કારણે ચંદ્ર રોજ લગભગ 12 ડિગ્રી પૃથ્વીથી પાછળ થઇ જાય છે.
  • આ પ્રકારે ચોથ તિથિએ ચંદ્ર પૃથ્વીથી લગભગ 48 ડિગ્રી પાછળ અને આકારમાં નાનો થઇ જાય છે.
  • પોતાના અંતરને પૂર્ણ કરવામાં ચંદ્રને રોજ લગભગ 48 મિનિટ વધારે લાગે છે.
  • આ કારણે ચોથના દિવસે સૂર્યાસ્ત પછી લગભગ 2.30 કલાક મોડો ચંદ્ર દેખાય છે.

આ પણ વાંચોઃ Adani got telecom service license: જીયો અને એરટેલને ટક્કર આપવા અદાણી ઉતરશે મેદાનમાં, અદાણીને મળ્યું ફુલ ટેલિકોમ સર્વિસ લાયસન્સ

આ પણ વાંચોઃ Gujarat IAS Transfer: ગુજરાત ચૂંટણી પહેલા 23 આઈએએસ ઓફિસરની કરી બદલી, અમદાવાદના નવા કલેક્ટર બન્યા ધવલ પટેલ- વાંચો વિગત

Gujarati banner 01