Adani Green Energy Bonds

Adani Green Energy Bonds: અદાણી ગ્રીન એનર્જી દ્વારા ઈશ્યુ  કરાયેલા બોન્ડને વિદેશી રોકાણકારોએ કરી પડાપડી – વાંચો વિગત

Adani Green Energy Bonds: જાન્યુઆરી 2023માં જ્યારે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે આરોપો મૂક્યા ત્યારે ગ્રુપના શેરને મોટો ફટકો પડ્યો પરંતુ અમેરિકન GQG પાર્ટનર્સે ગ્રૂપના શેરમાં રોકાણ કર્યું ત્યારે તેઓ રિકવર થયા

બિઝનેસ ડેસ્ક, 06 માર્ચઃ Adani Green Energy Bonds: અદાણી ગ્રીન એનર્જી દ્વારા ઈશ્યુ  કરાયેલા બોન્ડને વિદેશી રોકાણકારો તરફથી લગભગ સાત ગણી વધુ અરજીઓ મળી હતી. જે વિદેશી રોકાણકારોએ અરજી કરી છે તેમાં જ્યુપિટર, સ્કોડર્સ, પિમ્કો, મેટલાઈફ સહિતના મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે. એલાયન્સ અને બર્નસ્ટીને પણ ઓફરમાં ભાગ લીધો હતો.

સપ્ટેમ્બર 2021 પછી અદાણી ગ્રૂપ દ્વારા આ પ્રથમ બોન્ડ ટ્રાન્ઝેક્શન છે અને ગયા વર્ષે ડિસેમ્બરમાં 1.4 બિલિયન ડોલરના સફળ ઇક્વિટી એકત્રીકરણને અનુસરે છે. 18 વર્ષના બોન્ડ માટે અંતિમ ઓર્ડર બુક 2.8 બિલિયન ડોલર હતી. આ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા એક બેંકરે આ જાણકારી આપી હતી .

આ પણ વાંચોઃ Cylinder Blast in Lucknow: લખનઉના કાકોરીમાં મોડી રાત્રે એકસાથે બે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા

સૂત્રોએ કહ્યું હતું કે, મજબૂત માંગને કારણે અંતિમ વ્યવહાર દર વાર્ષિક 6.7 ટકા નક્કી કરવામાં આવ્યો છે જે 7.125 ટકાના પ્રારંભિક અંદાજ કરતાં ઓછો છે. જાન્યુઆરી 2023માં જ્યારે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે આરોપો મૂક્યા ત્યારે ગ્રુપના શેરને મોટો ફટકો પડ્યો પરંતુ અમેરિકન GQG પાર્ટનર્સે ગ્રૂપના શેરમાં રોકાણ કર્યું ત્યારે તેઓ રિકવર થયા હતા.

અદાણી ગ્રીન એનર્જીએ આ ડીલ પર કોઈ ટિપ્પણી કરી નથી. બોન્ડ્સમાંથી મળેલી રકમનો ઉપયોગ 2019માં ઈશ્યુ કરાયેલી 500 મિલિયન નોટ્સને 2024માં ચૂકવવા માટે કરવામાં આવશે. બાકીની રકમ હેજિંગ પર હાલના રોકડ અને MTM લાભ દ્વારા ચૂકવવામાં આવશેતેમ એક બેન્કરે જણાવ્યું હતું.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો