Gujarat Titans Player Accident

Gujarat Titans Player Accident: IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, આ યુવા ખેલાડીનો થયો અકસ્માત- વાંચો વિગત

Gujarat Titans Player Accident: ગુજરાત ટાઈટન્સે રોબિન મિંઝને આઈપીએ 2024ની હરાજીમાં 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 માર્ચઃ Gujarat Titans Player Accident: આઈપીએલ 2024ની શરૂઆત પહેલા યુવા ખેલાડી રોબિન મિંઝ ઈજાગ્રસ્ત થયો છે. ગુજરાત ટાઈટન્સે રોબિન મિંઝને આઈપીએ 2024ની હરાજીમાં 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટ પ્રમાણે 21 વર્ષીય રોબિન મિંઝ કાવાસાકીની સુપરબાઇક ચલાવી રહ્યો હતો અને સામે આવી રહેલી બાઇક સાથે ટક્કર થઈ હતી. આ દરમિયાન તેની બાઇકનો આગળનો ભાગ ડેમેજ થયો હો. આ દુર્ઘટનામાં રોબિનને સામાન્ય ઈજા થઈ છે.

આ પણ વાંચોઃ Adani Green Energy Bonds: અદાણી ગ્રીન એનર્જી દ્વારા ઈશ્યુ  કરાયેલા બોન્ડને વિદેશી રોકાણકારોએ કરી પડાપડી – વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, આઈપીએલની શરૂઆત 22 માર્ચથી થવાની છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેપોકમાં થશે. તો ગુજરાત ટાઈટન્સ પોતાના અભિયાનની શરૂઆત 24 માર્ચે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કરશે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો