Cylinder Blast in Lucknow

Cylinder Blast in Lucknow: લખનઉના કાકોરીમાં મોડી રાત્રે એકસાથે બે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા

Cylinder Blast in Lucknow: પરિજનોના જણાવ્યાનુસાર રૂમમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેના બાદ આગની લપેટમાં સિલિન્ડર પણ આવી ગયો

લખનઉ, 06 માર્ચઃ Cylinder Blast in Lucknow: લખનઉના કાકોરીમાં મોડી રાત્રે લગભગ 11 વાગ્યે જરદૌસીના કારગીરના ઘરમાં બીજા માળે એકસાથે બે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં પરિવારના પાંચ સભ્યો જીવતાં ભૂંજાઈ ગયા હતા. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોકોને દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ઘરની છત અને દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. 

આ પણ વાંચોઃ Lemon Water: વધારે પડતુ લીંબુ પાણી પીવાની ટેવ હોય તો થઇ જજો એલર્ટ, થઇ શકે છે આ બીમારીઓ

આ દુર્ઘટનામાં વિસ્ફોટ બાદ ભયંકર આગ પણ ફાટી નીકળી હતી જેના લીધે ચાર લોકો દાઝી ગયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિજનોના જણાવ્યાનુસાર રૂમમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેના બાદ આગની લપેટમાં સિલિન્ડર પણ આવી ગયો હતો જેના પગલે તેમાં ભયંકર વિસ્ફોટ થયો. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો