Ashnir Grover resigns

Ashnir Grover resigns: શાર્ક ટેન્કના જજ અને ફિનટેક ફર્મ ભારતપેના એમડી અને ડિરેક્ટર પદેથી અશનીર ગ્રોવરે આપ્યું રાજીનામુ- વાંચો શું છે મામલો?

Ashnir Grover resigns: અશનીર ગ્રોવર ભારતપેમાં 9.5 ટકા હિસ્સો ધરાવે છે જેનું મૂલ્ય હાલ રૂ. 1915 કરોડ થાય છે

બિઝનેસ ડેસ્ક, 01 માર્ચઃ Ashnir Grover resigns: અશનીર ગ્રોવરે પોતે સ્થાપેલી ફિનટેક ફર્મ ભારતપેના એમડી અને ડિરેક્ટર પદેથી છેવટે રાજીનામુ આપ્યુ છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી કંપનીના બોર્ડ મેનેજમેન્ટ અને સહ-સ્થાપક અશનીર ગ્રોવર વચ્ચે કોર્પોરેટ ગવર્નન્સ મામલે વિવાદ ચાલી રહ્યો છે. 

આ વિવાદને પગલે તાજતેરમાં જ ગ્રોવરની પત્ની માધુરી જૈનને પણ કંપનીમાં બરતરફ કરવામાં આવી હતી. તેના પર કંપનીના નાણાંનો દુરોપયોગ કરવાનો આરોપ છે. 

આ પણ વાંચોઃ Indian student killed in Kharkiv: યુક્રેનના ખારકીવમાં મિસાઈલ હુમલામાં ભારતીય વિદ્યાર્થીનુ મોત નિપજ્યુ- વાંચો વિગત

ભારતપેને મોકલેલા પોતાના રાજીનામું અશનીર ગ્રોવરે કહ્યુ કે, ‘હું દુઃખ સાથે આ લખી રહ્યો છું, કારણ કે મને આ કંપનીમાંથી રાજીનામું આપવા મજબૂર કરવામાં આવ્યો છે, જેનો હું સહ-સ્થાપક છું. આજે આ કંપનીએ ફિનટેક દુનિયામાં એક મોખરાનું સ્થાન મેળવ્યુ છે. વર્ષ 2022ની શરૂઆથી જ કમનસીબે કેટલાંક લોકોએ ન માત્ર મારી પ્રતિષ્ઠાને સાથે સાથે કંપનીને પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડવા માટે મને અને મારા પરિવારને કોઇ કારણ વગર ફસાવ્યા છે. તેઓ સ્પષ્ટપણે તેમને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.       

અશનીર ગ્રોવર ભારતપેમાં 9.5 ટકા હિસ્સો ધરાવે છે જેનું મૂલ્ય હાલ રૂ. 1915 કરોડ થાય છે. જ્યારે ઓઘસ્ટ 2021માં ફંડિંગ દરમિયાન તેની વેલ્યૂએશન 2.85 અબજ ડોલર આંકવામાં આવી હતી. 

Gujarati banner 01