Edible oil image

Groundnut Oil Prices Fall: ગૃહિણીઓ માટે ખુશખબર! સિંગતેલના ભાવમાં થયો આટલા રુપિયાનો ઘટાડો

Groundnut Oil Prices Fall: મગફળીની આવક વધતા સિંગતેલના ભાવમાં ઘટાડો, હવે ડબ્બો 2910 રુપિયામાં મળશે

બિજનેસ ડેસ્ક, 13 ઓક્ટોબરઃ Groundnut Oil Prices Fall: ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે. ઓક્ટોબર મહિનો હજી અડધો પણ પૂરો થયો નથી ત્યાં ત્રીજીવાર સિંગતેલના ભાવ ઘટાડવામાં આવ્યા છે. સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના એક ડબ્બામાં રુપિયા 20નો ઘટાડો થતાં હવે ડબ્બો 2910 રુપિયામાં મળશે.

પ્રાપ્ત માહિતી મુજબ, એક સપ્તાહમાં રુ.340નો ઘટાડો થયો છે. જ્યારે આગામી દિવસોમાં હજી પણ ભાવ ઘટવાની શક્યતા છે. રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થયો છે.

આજે ફરી સિંગતેલના ભાવમાં રુ.20નો ઘટાડો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રુ.340નો ઘટાડો થયો છે. મગફળીની આવક થતાં સતત તેલના ભાવ ઉતરી રહ્યા છે. સિંગતેલના ડબ્બાના ભાવ રુ.2910 થયા છે.

આ પણ વાંચો… PM Modi inaugurated 9th G20 Parliamentary Speakers Summit: પ્રધાનમંત્રીએ 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટનું ઉદઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો