Jio is the only operator to buy 700 MHz band

Jio completed six years: જિયોએ છ વર્ષ પૂરાં કર્યા, ડેટાનો વપરાશ 100 ગણો વધ્યો, 5G લૉન્ચ પછી બમણો વધવાની ધારણા

Jio completed six years: બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સમાં 4x અને ઈન્ટરનેટ સ્પીડમાં 5x કરતાં વધુનો વધારો થયો છે

મુંબઇ, 05 સપ્ટેમ્બરઃJio completed six years: ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની રિલાયન્સ જિયો પાંચ સપ્ટેમ્બર 2022ના રોજ તેના પ્રારંભની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ 6 વર્ષોમાં ટેલિકોમ ઉદ્યોગે દર મહિને સરેરાશ માથાદીઠ ડેટા વપરાશમાં 100 ગણાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે. TRAIના જણાવ્યા અનુસાર Jio લોન્ચ થયા પહેલા દરેક ભારતીય ગ્રાહક મહિનામાં માત્ર 154 MB ડેટાનો ઉપયોગ કરતો હતો. હવે ડેટા વપરાશનો આંકડો 100 ગણો વધીને પ્રતિ ગ્રાહક દીઠ 15.8 GB પ્રતિ મહિનાના આશ્ચર્યજનક લેવલે પહોંચી ગયો છે. બીજી તરફ જિયો ગ્રાહકો દર મહિને લગભગ 20 GB ડેટાનો ઉપયોગ કરે છે, જે આ ઉદ્યોગના સરેરાશ આંકડા કરતાં ઘણો વધારે છે.

મુકેશ અંબાણીએ દિવાળી સુધી 5G લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 5G લોન્ચ થયા બાદ ડેટા વપરાશમાં અસાધારણ વધારો થઈ શકે છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એરિક્સન મોબિલિટી રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 5G લોન્ચ થયા બાદ આગામી ત્રણ વર્ષમાં ડેટા વપરાશમાં બમણો વધારો થશે. નિષ્ણાતો માને છે કે 5G ટેક્નોલોજીના હાઇ પર્ફોર્મન્સ અને હાઇ સ્પીડને કારણે નવા ઉદ્યોગો ખીલશે જે મોટી સંખ્યામાં ગ્રાહકોને આકર્ષિત કરશે. તેમજ વીડિયોની માંગમાં તીવ્ર વધારો પણ શક્ય છે, જેના કારણે ડેટાની માંગ વધુ વધશે.

4G ટેક્નોલોજી અને સ્પીડમાં રિલાયન્સ જિયોનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. હવે 5Gને લઈને કંપનીની મોટી યોજનાઓ ઉપરથી ધીરેધીરે પડદો ખસી રહ્યો છે. કંપની કનેક્ટેડ ડ્રોન્સ, કનેક્ટેડ એમ્બ્યુલન્સ- હોસ્પિટલ્સ, કનેક્ટેડ ફાર્મ્સ-બાર્ન, કનેક્ટેડ સ્કૂલ્સ-કોલેજ, ઈ-કોમર્સ ઇઝ, અતુલ્ય ઝડપે મનોરંજન, રોબોટિક્સ, ક્લાઉડ પીસી, ઇમર્સિવ ટેક્નોલોજી સાથે વર્ચ્યુઅલ વસ્તુઓ જેવી ટેક્નોલોજીમાં નિપુણતા મેળવી રહી છે.

Advertisement

જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 6 વર્ષ પહેલા જિયો લોન્ચ કર્યું હતું ત્યારે કોઈએ ધાર્યું ન હતું કે તેના લોન્ચિંગના થોડા વર્ષોમાં જ જિયો માત્ર દેશની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક બની જશે. આજે જિયો ભારતમાં 41.30 મિલિયન મોબાઈલ અને લગભગ સાત મિલિયન જિયોફાઇબર ગ્રાહકો સાથે 36% બજાર હિસ્સો ધરાવે છે. આવકની દૃષ્ટિએ તેનો હિસ્સો 40.3% છે. જિયોની સ્વદેશી 5G ટેક્નોલોજીને કારણે આવનારા સમયમાં કેવા ફેરફારો થશે અથવા કેવા ફેરફારો આવી શકે છે તેનું ચિત્ર છેલ્લા 6 વર્ષમાં કંપનીએ હાંસલ કરેલી ઉપરોક્ત સિદ્ધિઓમાં દેખાય છે.

6 વર્ષ બેજોડ – કોને કેટલો ફાયદો થયો

  1. ફ્રી કોલિંગ – મોબાઈલ રાખવાનો ખર્ચ ઓછો થાય છે

જ્યાં લોકો આઉટગોઇંગ વૉઇસ કૉલ્સ માટે તોતિંગ ચાર્જ ચુકવતાં હતાં ત્યાં જિયોએ આઉટગોઇંગ કોલ્સ મફતમાં કર્યા છે અને તે પણ તમામ નેટવર્ક પર, ગ્રાહકો માટે આ પહેલો અનુભવ હતો. મોબાઈલ રાખવો હવે પહેલા કરતા વધુ સરળ છે. મોબાઈલ બિલમાં પણ ભારે ઘટાડો થયો છે. જિયોના ફ્રી આઉટગોઇંગ કોલ્સથી અન્ય ઓપરેટરો પર ઘણું દબાણ આવે છે અને તેમણે પણ તેમની વ્યૂહરચના બદલવી પડી હતી અને કિંમત ઘટાડવી પડી હતી.

Advertisement
  1. વિશ્વમાં સૌથી સસ્તો ડેટા

ભારતમાં માત્ર ડેટાનો વપરાશ સૌથી વધુ છે, છેલ્લા 6 વર્ષમાં ડેટાની કિંમતો પણ આકાશથી જમીન પર આવી ગઈ છે. જિયોના લોન્ચિંગ સમયે દેશમાં ગ્રાહકોને એક GB ડેટા માટે લગભગ 250 રૂપિયા ચૂકવવા પડતા હતા. ડેટાની કિંમતો પર જિયોની સ્પર્ધાત્મક હરિફાઈનું પરિણામ એ છે કે આજે એટલે કે 2022માં એક જીબી જેટા લગભગ 13 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે 6 વર્ષમાં ડેટાના ભાવમાં લગભગ 95 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો એટલા માટે પણ ખાસ છે કારણ કે ડેટાની કિંમતો વિશ્વના મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઓછી ભારતમાં છે.

  1. ડિજિટલ ઈકોનોમીની કરોડરજ્જુ – ઈ કોમર્સનું જીવન

રિલાયન્સ જિયો ભારતીય ડિજિટલ અર્થતંત્રની કરોડરજ્જુ છે. સરકારના પ્રયાસો અને જિયોના સસ્તા ડેટાથી મળેલી જાગૃતિએ ડિજિટલ અર્થતંત્રને જીવન આપ્યું છે. જિયોના લોન્ચ સમયે એટલે કે સપ્ટેમ્બર 21016માં UPI દ્વારા માત્ર 32.64 કરોડ ટ્રાન્ઝેક્શન થતા હતા. ઑગસ્ટ 2022માં આમાં અનેકગણો વધારો થયો હતો, આજે UPI ટ્રાન્ઝેક્શન 10.72 લાખ કરોડના થાય છે. કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 6 વર્ષમાં માત્ર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ 19.23 મિલિયન (સપ્ટેમ્બર 2016)થી વધીને લગભગ 800 મિલિયન (જૂન 2022) થયા છે, સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ પણ પાંચ ગણી વધીને 5.6 Mbps (માર્ચ 2016)થી 23.16 Mbps (એપ્રિલ 2022) સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ Teacher’s Day Special: સતત પાંચ વર્ષથી ધો. ૧૦માં ૯૫ ટકા પરિણામની નોંધપાત્ર સિધ્ધી

Advertisement
  1. યુનિકોર્ન કંપનીઓનું ઘોડાપૂર
    આજે ભારત 105 યુનિકોર્ન કંપનીઓનું ઘર છે. જેનું મૂલ્યાંકન $338 બિલિયનથી વધુ છે. જ્યારે જિયો લોન્ચ થયા પહેલા ભારતમાં માત્ર ચાર યુનિકોર્ન કંપનીઓ હતી. યુનિકોર્નને વાસ્તવમાં સ્ટાર્ટઅપ કંપનીઓ કહેવામાં આવે છે જેમની નેટવર્થ એક બિલિયન ડોલરને પાર હોય છે. વર્ષ 2021માં યુનિકોર્ન કંપનીઓની યાદીમાં 44 સ્ટાર્ટઅપ્સે પોતાનું સ્થાન બનાવ્યું છે. નવી બનાવેલી યુનિકોર્ન તેની સફળતાનો શ્રેય જિયોને આપે છે. શેરબજારમાં યુનિકોર્ન કંપની ઝોમેટોના બમ્પર લિસ્ટિંગ પછી ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપેન્દર ગોયલે સત્તાવાર રીતે જિયોનો આભાર માન્યો હતો.
  2. જિયોફોન – ભારતનો પ્રથમ 4G ફીચર સ્માર્ટફોન – કરોડોને ડિજિટલ વિશ્વ સાથે જોડે છે

દેશમાં લગભગ 500 મિલિયન લોકો જૂની અને મોંઘી (કોલ કરવા માટે) 2G ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર એટલા માટે કરી રહ્યા હતા કારણ કે તેમની પાસે 4G ટેક્નોલોજી પર ચાલતા મોંઘા ફોન ખરીદવાના પૈસા નહોતા અથવા તેઓ બટન સાથે ફોનનો ઉપયોગ કરવા માંગતા હતા. જિયોએ પોસાય તેવા દરે 4G જિયોફોન લોન્ચ કરીને આ બંને સમસ્યાઓ દૂર કરી. જિયોફોન ભારતીય બજારમાં અત્યાર સુધીનો સૌથી સફળ મોબાઈલ ફોન સાબિત થયો છે. આવા 11 કરોડથી વધુ ફોન વેચ્યા છે. જિયોએ જિયોફોન દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લાખો લોકોને ડિજિટલ વિશ્વ સાથે જોડ્યા છે.

  1. જિયોફાઇબર – લોકડાઉન કા સાથી – ઘરેથી કામ – ઘરેથી ક્લાસ – ઇ-શોપિંગ

લોકડાઉનનો સામનો કરનારા દેશમાં જિયોની ફાઇબર સેવા એક મોટા સહાયક તરીકે સાબિત થઈ હતી. કલ્પના કરો કે જો લોકડાઉનમાં ઇન્ટરનેટ ન હોત તો આપણું શું થયું હોત. ઘરેથી કામ કરો, ક્લાસ ફ્રોમ હોમ અથવા ઈ-શોપિંગ જિયોફાઇબર તેની વિશ્વસનીય સેવા અને ઝડપ સાથે કોઈપણ કાર્યને અટકવા દેતું નથી. માત્ર ત્રણ વર્ષમાં 70 લાખ કેમ્પસ જિયોફાઇબર સાથે જોડાયેલા છે. કંપનીઓને ઘરેથી કામ કરવાનું કલ્ચર એટલું પસંદ આવ્યું કે લોકડાઉન પછી પણ ઘણી કંપનીઓ ફક્ત ઘરેથી જ કામ કરવા પર ભાર મૂકી રહી છે. જીવનને સરળ બનાવવા ઉપરાંત જિયોફાઇબર આડકતરી રીતે રોજગાર પણ પેદા કરી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં પાંગરેલી ઈન્ટરનેટ, ઈ-કોમર્સ, હોમ ડિલિવરી અને એન્ટરટેઈનમેન્ટની અસંખ્ય કંપનીઓએ હજારો – લાખો લોકોને નોકરીઓ આપી છે.

આ પણ વાંચોઃ Cyrus mistry dies: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, મુંબઈ નજીક પાલઘરમાં હાઈવે પર ઘટી દુર્ઘટના

Advertisement
Gujarati banner 01