relianc just dial

Just dial deal: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની જસ્ટ ડાયલ લિમિટેડમાં રુ. 3497 કરોડમાં નિયંત્રક હિસ્સો હાંસલ કર્યાની જાહેરાત

Just dial deal: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ 40.95 ટકા હિસ્સો મેળવ્યો અને ટેકઓવરનિયમો મુજબ 26 ટકા સુધીનો હિસ્સો મેળવવા માટે ઓપન ઓફર કરશે

  • વીએસએસ મણી જસ્ટ ડાયલ લિમિટેડના (Just dial deal) મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવઓફિસર તરીકે યથાવત્ રહેશે

મુંબઈ, ૧૭ જુલાઈ, 2021: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”), જસ્ટ ડાયલ લિમિટેડ (“Just Dail”) અને વીએસએસ મણી તથા અન્યો દ્વારા આજે નિશ્ચિત સમજૂતી કરાર અમલમાં મૂકવામાં આવ્યો છે જેની વિગતો આ મુજબ છેઃ

a) 2.12 કરોડ ઇક્વિટી શેર્સનું પ્રેફ્રન્શિયલ એલોટમેન્ટ (25.33 ટકા પોસ્ટ પ્રેફ્રન્શિયલ શેર મૂડી જેટલું) પ્રતિ શેર રૂ. 1022.25 મુજબ

b) વીએસએસ મણી પાસેથી પ્રતિ શેર રૂ. 1020.00ની કિંમતે 1.31 કરોડ શેર્સ RRVL હસ્તગત કરશે (જે 15.62 ટકા પોસ્ટ પ્રેફ્રન્શિયલ શેર મૂડી જેટલા)

c) બંને પક્ષો ચોક્કસ હક્કો અને જવાબદારીઓ માટે શેરધારકોની મંજૂરીને આધિન રહેશે

RRVL સેબીના હસ્તાંતરણના નિયમો મુજબ જસ્ટ ડાયલના(Just dial deal) 2.17 કરોડ ઇક્વિટી શેર એટલે કે 26.00 ટકા હિસ્સો મેળવવા માટે જસ્ટ ડાયલના સામાન્ય શેરધારકો માટેની જાહેરાત કરશે.

વીએસએસ મણી જસ્ટ ડાયલના (Just dial deal) આગામી તબક્કાના વિકાસ માટે મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે યથાવત્ રહેશે.

આ પણ વાંચો…Jarod health center: સોનોગ્રાફી ની મદદથી સચોટ નિદાન અને જરૂરી તાત્કાલિક શસ્ત્રક્રિયા દ્વારા બે મહિલા દર્દીઓને આપ્યું નવું જીવન: ડો.કલ્પેશ ગઢવી

RRVL દ્વારા પૂરી પાડવામાં આવનાર મુૂડી જસ્ટ ડાયલના (Just dial deal) કોમ્પ્રિહેન્સિવ લોકલ લિસ્ટિંગ અને કોમર્સ પ્લેટફોર્મના વિકાસ અને વિસ્તરણને ઇંજન આપશે. જસ્ટ ડાયલ તેના પ્લેટફોર્મ પર શોધને વિસ્તૃત બનાવશે અને લાખો ઉત્પાદનો અને સેવાઓના વ્યવહારને વધારશે. જસ્ટ ડાયલના 30.4 મિલિયન લિસ્ટિંગના પ્રવર્તમાન ડેટાબેઝ અને 129.1 મિલિયન ત્રિમાસિક યુનિક યુઝર્સના હાલના કન્ઝ્યુમર ટ્રાફિકની ક્ષમતાને આ નવું મૂડીરોકાણ અનેક લાભ આપશે.

આ સમજૂતી અંગે બોલતાં RRVLના ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સજસ્ટ ડાયલ સાથે અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક વીએસએસ મણી સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છેજેમણે પોતાની કોઠાસૂઝ અને ખંતથી મજબૂત બિઝનેસનું સર્જન કર્યું છે. અમારાલાખો ભાગીદાર વેપારીઓસુક્ષ્મનાના અને મધ્યમ કદના વેપાર-વ્યવસાય માટે ડિજિટલ ઇકોસિસ્ટમનેવધુ ઉત્તેજન આપવાની સાથે વેપારની નવી ક્ષિતિજો વિકસાવવાના અમારી પ્રતિબદ્ધતાને જસ્ટડાયલમાં કરેલું આ મૂડીરોકાણ અનુમોદન આપે છે. અમે જ્યારે બિઝનેસને વધુ આગળ લઈ જવા માટેમક્કમ છીએ ત્યારે જસ્ટ ડાયલની ખૂબ જ અનુભવ ધરાવતી મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા માટેખૂબ જ ઉત્સાહિત છીએ.

જસ્ટડાયલના (Just dial deal) સ્થાપક અને સીઇઓ વીએસએસ મણીએ જણાવ્યું કે, લગભગ 25 વર્ષ અગાઉઅમારા યુઝર્સને ઝડપીમફત,  ભરોસાપાત્ર અને સર્વગ્રાહીમાહિતી મળી રહે અને ગ્રાહકને વેચનાર સાથે ભેગા કરે તેવા એક પ્લેટફોર્મની રચના કરવાનુંસપનું જોયું હતું. અમારું આ સપનું ગ્રાહકની શોધ પૂરી કરવા પૂરતું જ નથી વિકસ્યું પરંતુઆજે તે બીટુબી પ્લેટફોર્મ પર વેપારીઓને પણ એકબીજા સાથે મેળવી આપે છે અને ગ્રાહકોનેપણ અનેક રીતે વેપારીઓ સુધી પહોંચાડે છે. રિલાયન્સ સાથે અમારી વ્યુહાત્મક ભાગીદારી અમારાસપનાને વધુ બહેતર બનાવવા અમને શક્તિમાન બનાવશે અને વેપાર-વ્યવસાયની નવી ક્ષિતિજો વિસ્તારશે.

Whatsapp Join Banner Guj

આ સમજૂતી કરાર શેરધારકો અને અન્ય ગ્રાહકીય બાબતોના નિયમો તથા મંજૂરીઓને આધિન રહેશે.

RRVL તરફે મોર્ગન સ્ટેન્લી નાણાકીય સલાહકાર તરીકે, જેએમ ફાઇનાન્શિયલ ઓપન ઓફર માટે મેનેજર તરીકે, શાર્દુલ અમરચંદ મંગળદાસ અને ખૈતાન એન્ડ કંપની કાયદાકીય સલાહકાર તરીકે તથા ડેલોઇટ એકાઉન્ટિંગ અને કરવેરા બાબતોના સલાહકાર હતા.

જસ્ટ ડાયલ અને તેના પ્રમોટર તરફે ગોલ્ડમેન સાશ ખાસ નાણાકીય સલાહકાર તરીકે, સિરિલ અમરચંદ મંગળદાસ કાયદાકીય સલાહકાર તરીકે હતા અને અર્નસ્ટ એન્ડ યંગ દ્વારા નાણાકીય સલાહ અને ડિલિજન્સ સર્વિસિઝ પૂરી પાડી હતી.