Parshottam Rupala Controversy: ગુજરાતમાં ચૂંટણી પૂરી થઇ ગયા બાદ પણ રૂપાલાએ ફરી માફી માંગી, ક્ષત્રિય સમાજે આપ્યો આવો જવાબ..
Parshottam Rupala Controversy: ભાજપના નેતા અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજ્યમાં ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ચૂંટણી વચ્ચે નવો વિવાદ સર્જ્યો હતો

અમદાવાદ, 09 મેઃ Parshottam Rupala Controversy: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂરું થઇ ગયું છે અને સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ખાસ વાત એ છે કે ભાજપના નેતા અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજ્યમાં ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ચૂંટણી વચ્ચે નવો વિવાદ સર્જ્યો હતો.
જયારે હવે ગુજરાતમાં ચૂંટણી પૂરી થઇ ગયા બાદ પણ રૂપાલાએ ફરી માફી માંગી હતી. તેના જવાબમાં ક્ષત્રિય સમાજે કહ્યું- ‘હવે આ સમયે માફીનો અર્થ શુ… જો અફસોસ હતો. તો સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનું જાહેર કરી દેવું જોઈતું હતું.’
આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ, અમે આંદોલનને વિરામ આપી દીધો છે ત્યારે આવી માફીનો અર્થ કોઈ રહેતો નથી. અમે ભાજપ પાસે કોઈ માંગણી ન્હોતી કરી, માત્ર રૂપાલાની ટિકીટ કપાય તે એક જ માંગ હતી અને તે પૂરી કરી હોત તો એક પણ વાર માફી માંગવાની જરૂર ન રહેત અને ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ રહેત.
