Mukesh Ambani will buy this company

Mukesh Ambani Lifestyle: લો બોલો! ખિસ્સામાં પૈસા લઈને નથી ફરતા મુકેશ અંબાણી, કહ્યું- પૈસા મારા માટે…

  • પૈસા મારા માટે માત્ર એક સાધન છેઃ મુકેશ અંબાણી

Mukesh Ambani Lifestyle: હું મારા ખિસ્સામાં પૈસા કે ક્રેડિટ કાર્ડ નથી રાખતોઃ મુકેશ અંબાણી

બિજનેસ ડેસ્ક, 28 જુલાઈઃ Mukesh Ambani Lifestyle: ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીને કોણ નથી જાણતું. જેટલાં મોટાં નામો, તેટલા જ મોટાં ખર્ચાઓ હોય છે. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે મુકેશ અંબાણીની જીવનશૈલી કેવી હશે અને તેઓ પોતાના પર કેટલા પૈસા ખર્ચ કરે છે. તેમના પરિવાર માટે ખરીદી કરવા માટે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે? મુકેશ અંબાણીએ પોતે આનો જવાબ આપ્યો છે.

મુકેશ અંબાણીએ એક રહસ્ય ખોલ્યું

થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આનો જવાબ આપ્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેઓ પોતાના ખિસ્સામાં રોકડ રાખતા નથી અને ક્રેડિટ કાર્ડ સાથે રાખતા નથી.

મુકેશ અંબાણીએ કહ્યું, હું મારા ખિસ્સામાં પૈસા કે ક્રેડિટ કાર્ડ નથી રાખતો. તેઓએ કહ્યું કે તેમની આસપાસ કોઈને કોઈ વ્યક્તિ છે જે તેના તમામ બિલ ચૂકવે છે. તેમણે વધુમાં કહ્યું કે પૈસા મારા માટે માત્ર એક સાધન છે. ઇન્ટરવ્યૂ દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેઓ બાળપણથી પૈસા પોતાની પાસે રાખતા નથી. આ દરમિયાન તેમની બહેન પણ ત્યાં હાજર હતી.

મુકેશ અંબાણીની સંપત્તિ

રસપ્રદ વાત એ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. વર્ષની શરૂઆતમાં, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર પ્રકાશિત કરાયેલા અહેવાલમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો હતો, જેનો ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. બ્લૂમબર્ગ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, મુકેશ અંબાણી હાલમાં $96.5 બિલિયનની નેટવર્થ ધરાવે છે.

આ પણ વાંચો… Priya Ahuja News: ફરી એકવાર ગુસ્સે થઈ ‘રીટા રિપોર્ટર’, સોનુના શો છોડવા પાછળ કર્યો ચોંકાવનારો ખુલાસો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો