Mukesh Ambani will buy this company

Mukesh Ambani Threat News: મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું માંગણી કરવામાં આવી…

Mukesh Ambani Threat News: ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી

બિજનેસ ડેસ્ક, 28 ઓક્ટોબરઃ Mukesh Ambani Threat News: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે. આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, જો મુકેશ અંબાણીએ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તે તેમને મારી નાખશે.

ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે. સમગ્ર મામલે ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ગયા વર્ષે પણ ધમકી મળી હતી

જણાવી દઈએ કે, આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. અગાઉ 6 ઓક્ટોબર, 2022ના રોજ ધમકી આપનાર વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ 30 વર્ષીય રાકેશ કુમાર મિશ્રા તરીકે થઈ હતી. 5 ઓક્ટોબર 2022ના રોજ આરોપી વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ પણ વાંચો… Congress Candidates Second List in Telangana: કાંગ્રેસે તેલંગાણામાં ઉમેદવારોની બીજી લિસ્ટ જાહેર કરી, આ ભારતીય ક્રિકેટરને આપી ટિકટ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો