Jamiats Maulana Mahmood

Ram Mandir Inauguration: રામ મંદિર ઉદ્ઘાટનમાં પીએમ મોદીના જવા પર વિરોધ, જાણો સમગ્ર મામલો…

Ram Mandir Inauguration: PM મોદીના જવા પર જમીયતના મૌલાના મહમૂદે કર્યો વિરોઘ

નવી દિલ્હી, 28 ઓક્ટોબરઃ Ram Mandir Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં સ્વર સંભળાવા લાગ્યાં છે. મુસ્લિમ સમાજની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદનાં ચીફ મૌલાના મહમૂદ અસર મદનીએ આ નિર્ણયને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ’મુલ્કનાં વજીર-એ-આઝમ (દેશનાં PM) એ ન તો કોઈ મંદિર કે ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટનમાં જવું જોઈએ…’

તેમણે કહ્યું કે,” સાંભળવામાં આવ્યું છે કે અયોધ્યામાં જે મસ્જિદ પણ બનાવવામાં આવી રહી છે ત્યાં પણ PM મોદી જઈને ઉદ્ઘાટન કરશે. ત્યારે હું બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું- પહેલી કે અયોધ્યા પર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ નિર્ણયને અમે સાચો માનતા નથી. અમારું માનવું છે કે એ ચુકાદો ખોટા માહોલમાં લેવામાં આવ્યો છે.”

જમીયતનાં લોકો જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો જમીયત કાર્યવાહી કરશે

મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, ”બીજી વાત એ કે મુલ્કનાં વજીર-એ-આઝમને ન તો કોઈ મંદિર અને ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટન માટે જવું જોઈએ. આ બધી બાબતોથી તેમણે પોતાને દૂર રાખવું જોઈએ. આ જનતાનો મામલો છે. હું જમીયતનાં લોકોને કહેવા ઈચ્છું છું કે તે જો આ પ્રકારનાં કાર્યક્રમમાં જોડાશે તો તેમની સામે જમીયત કાર્યવાહી કરશે.”

આ સમાચાર આવ્યા બાદથી આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોના નેતાઓ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીએ રામ મંદિરના ભૂમિપૂજન માટેના ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તે સમયે પણ આ કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીને લઈને વિવાદ થયો હતો.

આ પણ વાંચો… Mukesh Ambani Threat News: મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું માંગણી કરવામાં આવી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો