a1fd9a58 b7b4 46a5 9aa5 5da94404b2c5

Amaraivadi: ઉછીના પૈસા આપવાની ના પાડતા શખ્સો ઉશ્કેરાઇ ગયા, અમરાઇવાડીમાં બે ભાઇઓ પર હુમલો

Amaraivadi: માથાના ભાગે પાઇપના ફટકા મારતા થયા ઇજાગ્રસ્ત

અમદાવાદ, 23 ઓગષ્ટઃ Amaraivadi: અમરાઇવાડી વિસ્તારમાં રહેતા યુવક પર બે શખ્સોએ ઉછીના પૈસાની માંગણી કરી માર માર્યો હતો. પૈસા આપવાની ના પાડતા બન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. અને ગંદી ગાળો બોલી ઝઘડો કરી ઇંટ વડે હુમલો કર્યો હતો. બાદમાં યુવકના ભાઇ સાથે પણ શખ્સો લોખંડની પાઇપ વડે હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે અરાઇવાડી પોલીસે આરોપી કાકા અને ભત્રીજા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ State will be formed to include which caste in OBC: ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી- વાંચો વિગત

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા સંજય પરમાર ગત રોજ રાતે રબારી કોલોની ખાતે તેમના ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમનો મિત્ર પપ્પુ ખુશાલભાઇ અને તેનો ભત્રીજો કિરણ ઉર્ફે કાળુ મળ્યો હતો. બન્ને કાકા ભત્રીજાએ સંજયભાઇ પાસે ઉછીના પૈસાની માંગણી કરી હતી. જો કે સંજયભાઇએ પૈસા આપવાની ના પાડતો બન્ને કાકા ભત્રીજા ઉશ્કેરાઇ ગયા હતા. અને ગંદી ગાળો બાલી મારા મારી પર ઉતરી આવ્યા હતા.

આ દરમિયાન ઇંટ વડે હુમલો કરતા સંજયભાઇએ તેમના પિતાને ફોન કરીને જાણ કરી હતી. ત્યાર બાદ સંજયભાઇનો નાનોભાઇ ત્યાં આવી પહોંચ્યો હતો. આ દરમિયાન કિરણ ઉર્ફે કાળુએ લોખંડની પાઇપ વડે સંજયભાઇના નાનાભાઇ પર હુમલો કરી દીધો હતો. માથાના ભાગે પાઇપના ફટકા મારતા બન્ને ભાઇઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે અમરાઇવાડી પોલીસે પપ્પુ ખુશાલભાઇ અને તેનો ભત્રીજો કિરણ ઉર્ફે કાળુ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Film Bell bottom: અક્ષય કુમારની અગામી ફિલ્મ બોલબેટમ પર આ દેશોએ બેન કરી- વાંચો શું છે કારણ?

Whatsapp Join Banner Guj