marketyard

Banaskantha Marketyard: દાંતા તાલુકા માં 234 ખેડૂતો નું રજીસ્ટ્રેશન થયું છતાં એક પણ ખેડૂતો એ ટેકાના ભાવે મગફળી વેચી જ નહીં…

Banaskantha Marketyard: ખેડૂતો ટેકા ના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા માર્કેટયાડ માં ખાનગી ટ્રેંડિંગો ને પોતાની પાકેલી મગફળી વેચવામાં વધારે ઉત્સાહ બતાવી રહ્યા છે…

  • Banaskantha Marketyard: ટેકા નો ભાવ રુ.1110 નો છે ત્યારે ખુલ્લા બજાર માં 1100 થી રૂપિયા 1350 સુધી નો ભાવ હાલ ખેડૂતો મેળવી રહ્યા છે
  • હાલ માં પરિસ્થિતિ પ્રમાણે સરકારે મગફળી ના ટેકા ના ભાવ ઓછા રાખ્યા છે ત્યારે બજાર ઊંચો હોવાથી સરકારે ટેકા ના ભાવ પણ ઉંચા જાહેર કરવા માંગ કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૭ નવેમ્બર:
Banaskantha Marketyard: ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠા ની માર ને લઈ સરકારે ખેડૂતો દ્વારા પકલવેલી મગફળી ના પોષણક્ષમ ટેકા ના ભાવો રૂપિયા 1110 જાહેર કરવા છતાં દાંતા તાલુકા માં ટેકા ના ભાવ નો રકાશ જોવા મળ્યો છે ટેકાના ભાવે મગફળી વેચવા માટે દાંતા તાલુકા માં 234 ખેડૂતો નું રજીસ્ટ્રેશન થયું છતાં એક પણ ખેડૂતો એ ટેકાના ભાવે મગફળી વેચી જ નહીં છતાં આ વિસ્તાર નો ખેડૂત ખુશ જોવા મળ્યો……………

Banaskantha Marketyard

જોઈએ એક વિશેષ અહેવાલ

ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી યોગ્ય ભાવ સાથે સરકાર ખરીદે તે માટે રૂપિયા 1110 નો ટેકા નો ભાવ જાહેર કર્યો હતો જ્યાં ટેકા ના ભાવ વળી મગફળી ની ખરીદી સરકારી માલ ગોડાઉન માં ખરીદાતી હતી ત્યારે આ વખતે ટેકા ના ભાવ વળી મગફળી દાંતા ખેતીવાળી ઉત્પ્ન્ન બજાર સમિતિ માં જ રાખવામાં આવી હતી પણ 234 ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવી અને વહીવટી તંત્ર દ્વારા મગફળી વેચવા મેસેજ પણ કરાયા છતાં એક પણ ખેડૂત એ ટેકા ના ભાવ માં મગફળી જ ન વેચી…… તેના બદલે માર્કેટયાડ માં ખાનગી વેપારીઓ ને માલ વેચવામાં રસ લઈ રહ્યા છે

Banaskantha Marketyard

જોકે ખેડૂતો ટેકા ના ભાવે મગફળી વેચવાના બદલે ખુલ્લા માર્કેટયાડ માં ખાનગી ટ્રેંડિંગો ને પોતાની પાકેલી મગફળી વેચવામાં વધારે ઉત્સાહ બતાવી રહ્યા છે જ્યાં ખેડૂતો ને ટેકા ના ભાવ કરતા વધુ ભાવો મળતા ખેડૂત ખુશ જોવા મળી રહ્યો છે એટલુંજ નહીં સરકાર ને ટેકા ના ભાવે મગફળી વેચવામાં અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે મગફળી ના વેચાણ બાદ તેનું પેમેન્ટ પણ મોડા આવે છે ને ક્યારેક માલ રિજેક્ટ થતા ખેડૂતો ને ભારે નુકશાની નો સામનો કરવો પડે છે ત્યારે હાલ ખાનગી વેપારીઓ ને તમામ પ્રકાર નો માલ ટેકા ના ભાવ કરતા વધુ ભાવે વેચી રોકડા રૂપિયો રળી રહ્યા છે…….

જ્યાં ટેકા નો ભાવ રુ.1110 નો છે ત્યારે ખુલ્લા બજાર માં 1100 થી રૂપિયા 1350 સુધી નો ભાવ હાલ ખેડૂતો મેળવી રહ્યા છે જ્યાં તેમને લાઈન માં નથી રહેવું પડતું કે પછી કોઈ જ પ્રકાર ના સેમ્પલિંગ કરાયા વગર જ સીધેસીધો માલ વેચી રોકડા રૂપિયા મેળવી રહ્યા છે

એટલુંજ નહીં હાલ માં કમોસમી વરસાદ અને માવઠા ના કારણે ખેડૂતો નો પાક પલળી ગયો હતો જે માલ સરકારી તંત્ર દ્વારા સ્વીકારાતો નથી અને ખેડૂતો ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે ત્યારે ખેડૂતો જે માલ માર્કેટયાડ ના ખુલ્લા બજાર માં વેચી રહ્યા છે તેમને તમામ પ્રકાર નો માલ વેચાઈ રહ્યો છે સાથે નુકશાની ના બદલે ટેકા ના ભાવ કરતા વધુ ભાવ મળતા હોવા થી ખેડૂતો જાહેર હરાજી માં પોતાની મગફળી વેચી રહ્યા છે એટલુંજ નહીં હાલ માં પરિસ્થિતિ પ્રમાણે સરકારે મગફળી ના ટેકા ના ભાવ ઓછા રાખ્યા છે ત્યારે બજાર ઊંચો હોવાથી સરકારે ટેકા ના ભાવ પણ ઉંચા જાહેર કરવા માંગ કરી હતી

આ પણ વાંચો…Domestic torture: સચિવાલયમાં નોકરી કરતી મહિલાને સાસરિયાઓનો ત્રાસ, સાસુએ 15 તોલા સોનું પડાવી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

જોકે દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે જ્યાં ખાસ કરી ખેતીવાળી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો વધુ રહેતા હોય છે ને તેવા માં જ પોતાના પાક ઉપર પોતાનો જીવન ગુજરાન ચલાવવુ પડે છે ત્યારે કુદરત ની માર સામે બચવા ખેડૂતો સરકારી તંત્ર ને નહીં પણ ખાનગી વેપારીઓ ને પોતાનો માલ વેચવાનો વધુ હિતાવહ માની રહ્યા છે ………

Whatsapp Join Banner Guj