non veg ban

Announcement of Municipal Commissioner: શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી દરમ્યાન જો કોઈ નોનવેજ વેચશે તો થશે મોટો દંડ

Announcement of Municipal Commissioner: જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ-1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ, 24 જુલાઇઃ Announcement of Municipal Commissioner: શ્રાવણ માસનો મહિનો પાસે આવી રહ્યો છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે તમામ કતલખાના બંધ રાખવા મ્યુનિ. કમિશનરનો આદેશ. આ સમય દરમ્યાન નોનવેજનાં વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સહિત જન્માષ્ટમીમાં પણ નોનવેજનાં વેચાણ અને કતલ ખાના બંધ રાખવા આદેશ ફરમાવ્યો છે.

રાજકોટમાં આગામી સપ્તાહથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો શુભ આરંભ થઇ રહ્યો છે. શ્રાવણમાં સોમવારનું સવિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમીના તહેવારમાં કતલખાના બંધ રાખવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Neeraj chopra wins silver in World Championships: નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને સર્જ્યો ઈતિહાસ, 19 વર્ષ બાદ કોઈ ભારતીયને મેડલ મળ્યો

આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે આગામી શ્રાવણ માસના ચાર સોમવાર અર્થાત 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર 19મી ઓગસ્ટના રોજ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી તેમજ ચીકનનું વેંચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરવવામાં આવ્યો છે. તમામે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે.

જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ-1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા તહેવારો, ગાંધીજયંતિ, સાધુ વાસવાણી જયંતિ સહિતના દિવસોમાં કતલખાના બંધ રાખવા માટેનો જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ New guidelines for smokers: સિગરેટ-તમાકુનું સેવન કરનારા માટે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન- વાંચો વિગત

Gujarati banner 01