Rajasthan become rape capital

father raped his daughter and fled: હેવાન બાપે પોતાની દીકરી પર જ નજર બગાડી અને ગર્ભવતી બનાવીને ફરાર થયો

father raped his daughter and fled: એક વર્ષ પહેલા માતાનું મૃત્યુ થયુ હતુ તે પછી બાપ અને દીકરી  અને ભાઇ પરિવારમાં હતા

વડોદરા, 05 ફેબ્રુઆરીઃ father raped his daughter and fled: જ્યારે પરિવારમાં દીકરી અને દીકરો બંને હોય તો તેમાં પિતાની લાડલી અને કાળજાનો કટકો દીકરી હોય છે. પરંતુ લોકોની માનસિકતા એટલી હદે નિમ્ન કક્ષાની હરકત આચરવામાં આવી છે. બાપ દીકરીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો. અહીં હેવાન બાપે પોતાની દીકરી પર જ નજર બગાડી અને ગર્ભવતી બનાવીને ફરાર થઇ ગયો.

પુત્રીને 5 માસનો ગર્ભ રહેતા તરછોડી
સંબંધોની પવિત્રાને દાગ લગાડતો આ કિસ્સો વડોદરાનો છે. વડોદરામાં પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું.  એક વર્ષ પહેલા માતાનું મૃત્યુ થયુ હતુ તે પછી બાપ અને દીકરી  અને ભાઇ પરિવારમાં હતા. બાપે ઘરમાં દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવીને પોતાની દીકરી પર નજર બગાડી. દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરીને ગર્ભવતી બનાવી. દીકરીને પાંચ માસમો ગર્ભ થતા બાપ સગીરાને છોડીને જતો રહ્યો.

આ પણ વાંચોઃ Jaipur will be the third largest stadium in the world: અહીં બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ,CM અને BCCI પ્રમુખ કરશે શિલાન્યાસ

પિતા મારી નાંખવાની ધમકી આપતા
વડોદરાના વાઘોડિયામાં માતાના મોત બાદ પિતા અને ભાઇ સાથે પુત્રી ભા઼ડાના મકાનમાં રહેતી હતી. તેનો ભાઇ જ્યારે જ્યારે ઘરની બહાર જતો ત્યારે તેના પિતા તેને ગળુ દબાવીને મારી નાંખવાની ધમકી આપતો,. જ્યારે રાતે તેનો ભાઇ હાજર ન હોય ત્યારે બાપ પુત્રી સાથે દુષ્કર્મ આચરતો, અને એમ પણ કહેતો કે જો તુ કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ.

સગી ફોઇઓએ પણ તરછોડી
પોતાના સગા બાપે પુત્રી સાથે આ હેવાનિયતની હદ વટાવી દીધી.  બાપ પણ દીકરીને છો઼ડીને જતો રહ્યો. દીકરીએ આશરો મેળવવા ફોઇઓ પાસે ગઇ પરંતુ ત્યાં પણ તેને સહારો ન મળ્યો. છેલ્લે તે પોતાની માસીના ઘરે અને સમગ્ર હકીકત માસીને જણાવી. માસીએ નરાધન પિતા વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ નિર્લજ્જ પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarati banner 01