Akash Ambani: ટુ પ્લેફોર્મ્સ ઇન્કમાં જિયો 15 મિલિયન ડોલરનું રોકાણ કરશે

Akash Ambani: TWO પ્લેટફોર્મ્સ મૂળ ગુજરાતી ટેક્નોક્રેટ પ્રણવ મિસ્ત્રીનું સિલિકોન વેલી સ્થિત સ્ટાર્ટઅપ છે

  • આ સ્ટાર્ટઅપ નવી પેઢીના એઆઇ અનુભવો વિકસાવે છે

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022: Akash Ambani: જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (“Jio”) એ આજે પ્રણવ મિસ્ત્રી દ્વારા સ્થાપિત સિલિકોન વેલી સ્થિત ડીપ ટેક સ્ટાર્ટઅપ Two પ્લેટફોર્મ્સ Inc. (“TWO”)માં 25% ઇક્વિટી હિસ્સા માટે US$ 15 મિલિયનના રોકાણની જાહેરાત કરી છે.

TWO એ એક આર્ટિફિશિયલ રિયાલિટી કંપની છે જે ઇન્ટરેક્ટિવ અને ઇમર્સનલ AI અનુભવો તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. TWO માને છે કે, ટેક્સ્ટ અને વૉઇસ પછી AIનું આગળનું પ્રકરણ વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ છે. TWOનું આર્ટિફિશિયલ રિયાલિટી પ્લેટફોર્મ રિયલ-ટાઇમ AI વૉઇસ અને વીડિયો કૉલ્સ, ડિજિટલ હ્યુમન્સ, ઇમર્સિવ સ્પેસ અને લાઇફલાઇક ગેમિંગને સક્ષમ કરે છે. TWO તેની ઇન્ટરેક્ટિવ AI ટેક્નોલોજી થકી સૌપ્રથમ ઉપભોક્તા એપ્લિકેશન્સ અને ત્યારબાદ મનોરંજન અને ગેમિંગ તેમજ રિટેલ, સેવાઓ, શિક્ષણ, આરોગ્ય અને સુખાકારી સહિતના એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ તૈયાર કરવાની યોજના ધરાવે છે.

Jaipur will be the third largest stadium in the world: અહીં બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ,CM અને BCCI પ્રમુખ કરશે શિલાન્યાસ

TWO ખાતેની સ્થાપક ટીમ પાસે અગ્રણી વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ સાથે સંશોધન, ડિઝાઇન અને કામગીરીમાં ઘણા વર્ષોનો નેતૃત્વ અનુભવ છે.

TWO નવી ટેક્નોલોજીને ઝડપથી અપનાવવા અને AI, metaverse અને મિક્સ્ડ રિયાલિટિઝ જેવી ક્રાંતિકારી ટેક્નોલોજી વિકસાવવા માટે જિયો સાથે સહયોગથી કામ કરશે.

આ મૂડીરોકાણ અંગે બોલતાં જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું કે, “અમે AI/ML, AR, metaverse અને Web 3.0ના ક્ષેત્રોમાં TWOની સ્થાપક ટીમના ઊંડા અનુભવ અને ક્ષમતાઓથી પ્રભાવિત છીએ. અમે ઇન્ટરેક્ટિવ AI, ઇમર્સિવ ગેમિંગ અને મેટાવર્સ ક્ષેત્રોમાં નવા ઉત્પાદનોના વિકાસને ઝડપી બનાવવામાં મદદ કરવા માટે TWO સાથે મળીને કામ કરવા આતુર છીએ.”

TWOના સીઇઓ પ્રણવ મિસ્ત્રીએ કહ્યું કે, “જિયો ભારતમાં ડિજિટલ ક્રાંતિના પાયામાં રહ્યું છે. અમે TWO ખાતે AIની સીમાઓને આગળ લઈ જવા અને ગ્રાહકો તથા વ્યવસાયો માટે આર્ટિફિશિયલ રિયાલિટીની એપ્લિકેશનને નવા જ સ્તર પર રજૂ કરવા માટે જિયો સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ.”

આ વ્યવહાર માટે જિયો તરફે વ્હાઇટ એન્ડ કેસ કાયદાકીય સલાહકાર રહ્યા હતા.

Gujarati banner 01