Jaipur will be the third largest stadium in the world

Jaipur will be the third largest stadium in the world: અહીં બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ,CM અને BCCI પ્રમુખ કરશે શિલાન્યાસ

Jaipur will be the third largest stadium in the world: 280 કરોડના ખર્ચે બપોરે 12 વાગ્યાથી સ્ટેડિયમ પ્રથમ તબક્કાના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 ફેબ્રુઆરી: Jaipur will be the third largest stadium in the world: રાજસ્થાનના જયપુર-દિલ્હી બાયપાસ પર શનિવારે વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પણ વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. આ પહેલાં RCAના અધિકારીઓ સવારે ભૂમિપૂજન કરશે. 280 કરોડના ખર્ચે બપોરે 12 વાગ્યાથી સ્ટેડિયમ પ્રથમ તબક્કાના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

વૈભવ ગેહલોતે કહ્યું હતું કે અમારું લક્ષ્ય અઢીથી ત્રણ વર્ષમાં આ ઇન્ટરનેશનલ સ્ટેડિયમના પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું છે. આ દેશનું બીજું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે, જેમાં 75 હજાર દર્શકોની બેઠક ક્ષમતા વિકસાવવામાં આવશે. સ્ટેડિયમનું નિર્માણ 2 તબક્કામાં કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં 11 ક્રિકેટ પીચ, 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, એક ક્રિકેટ એકેડમી ઉપરાંત હોસ્ટેલ, પાર્કિંગ, સ્પોર્ટ્સ ક્લબ, હોટેલ અને જિમ વગેરે જેવી સુવિધાઓ હશે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે.

આ પણ વાંચોઃ Two steal cheques from ATM: અમદાવાદમાં ATMના ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરનારા 2 અજાણ્યા શખ્સ વિરૂદ્ધ FIR

અમદાવાદમાં બનેલા મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1 લાખ 10 હજાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ની ક્ષમતા એક લાખ દર્શકોની છે. વિશ્વમાં મોટેરા સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. હવે જયપુરમાં બનનારું આ સ્ટેડિયમ દેશનું બીજું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે, જ્યાં 75 હજાર દર્શકો બેસી શકશે.

જયપુરમાં RCAને જમીન આપવા બાબતે આ મામલો છેલ્લાં 9 વર્ષથી અટવાયેલો હતો. અશોક ગેહલોત જ્યારે વર્ષ 2008-13માં મુખ્યમંત્રી હતા ત્યારે આ જમીન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2014માં જમીનની ફાળવણી પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં RCAમાં વિવાદ થતાં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી. આ પછી જ્યારે વૈભવ ગેહલોત આરસીએના પ્રમુખ બન્યા, ત્યારે જમીન પરત લેવાની પ્રક્રિયા શરૂ થઈ. આ પછી ડીએલસી દરના 30 ટકાના ખર્ચે જમીન RCAને ફાળવવામાં આવી હતી.

Gujarati banner 01