accident 1

Hit and run: હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે બે વ્યક્તિને કચડતાં બંનેના મોત

Hit and run: અચાનક પૂરપાટ ઝડપે એક કાર ધસી આવતાં તેણે બસ સ્ટેન્ડની બેન્ચ પર બેઠેલા બે લોકોને અડફેટે લીધા

પોરબંદર, 10 ઓગષ્ટઃ Hit and run: પોરબંદરના ભારવાડા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા કાર ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લેતાં બંનેના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. કારે બેન્ચ પર બેસેલા બે ગ્રામજનોને કચડી નાખતાં પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. જો કે નાસી છૂટનારા કાર ચાલકને ઝડપી પાડવા સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Big decision for students: ગુજરાતના શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, ધો. 9થી 12ના વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક મળશે

પ્રાપ્ત માહિતી અનુસાર ભારવાડા ગામના બસ સ્ટેન્ડ પર રાત્રીના સમયે કેટલાક સ્થાનિક ગ્રામજનો બેઠા હતા. તે દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર ધસી આવતાં તેણે બસ સ્ટેન્ડની બેન્ચ પર બેઠેલા બે લોકોને અડફેટે લીધા હતા.કારે જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં.

ત્યારબાદ સ્થાનિકોની મદદથી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર હિટ એન્ડ રનની ઘટનામાં ઠોકર મારી બે વ્યક્તિનાં મોત નિપજાવી નાસી છુટનારા આરોપી કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ lumpy virus threat: લમ્પી વાયરસના વધતા કેસને લઇ લેવાયો મોટો નિર્ણય, ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પશુઓના આવાગમન પર પ્રતિબંધ

Gujarati banner 01