crime

In Vadli village three persons secretly attacked: વડલી ગામે મહીલાને તેડવા આવેલા ત્રણ શખ્સોએ ગુપ્તી વડે હુમલો કર્યો

જુનાગઢ, 28 મે: In Vadli village three persons secretly attacked: ગીરગઢડાના વડલી ગામે રીસામણે રહેલ મહીલાને તેડવા આવેલા ત્રણ શખ્સોએ ગુપ્તી વડે હુમલો કર્યો… ઊના – ગીરગરઢડાના વડલી ગામે રીસામણે રહેલી મહીલાને સમાધાન કરીને તેડવા આવેલા શખ્સોએ મહીલાની માતા તેમજ પરીવારના સભ્યો ઉપર ગુપ્તી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ કરતા સારવાર હેઠળ હોસ્પીટલે ખસેડાયેલ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગીરગઢડાના વડલી ગામે રહેતા ઇબ્રાહીમભાઇ અલ્લારખા સંમાએ પોલીસમાં નોધાવેલ ફરીયાદ મુજબ અમરેલી જીલ્લાના ધારી તાલુકાના બડીયાઆવડ ગામે રહેતા કાળુ આમન મકરાણી, મનુ અમન મકરાણી તેમજ નવસાદ કાળુ મકરાણી વડલી ગામે ફરીયાદ ઇબ્રાહીમ અલ્લારખાભાઇના ઘરે તેમના બહેન એક વર્ષથી રીસામણે હોય ઉપરોક્ત ત્રણ શખ્સો સમાધાન કરવા આવેલ હતા.

In Vadli village three persons secretly attacked: અને ફરીયાદીની બહેનએ સાસરે જવાની ના પાડતા આરોપી કાળુ અમન મકરાણી તથા મનુ અમન મકરાણી ઉશ્કેરાય ગયેલા અને ઇબ્રાહીમભાઇ સમાની માતા સલમાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુપ્તી વડે હુમલો પેટના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા કરેલ હતી. અને તેની વચ્ચે બચાવવા પડેલા નજીરભાઇને માથાના ભાગે ગુપ્તીનો ઘા મારતા ગંભીર ઇજા સાથે સારવાર હેઠળ ખસેડાયેલ છે.

આ બનાવની ફરીયાદ ગીરગઢડા પોલીસમાં નોધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩ ૫૦૪ સહીતની જીવલેણ હુમલા હેઠળ ગુન્હો નોધી આરોપીની ધડપકડ કરવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો..Big Announcement of Iran: જો કોઇએ આ દેશ સાથે સંબંધ રાખ્યો તો મળશે મોતની સજા, ઇરાનની જાહેરાત

Gujarati banner 01