sandal wood smugller 696x435 1

Theft of red sandalwood: ‘પુષ્પા’ ફિલ્મથી પ્રેરિત થઈને આ વ્યક્તિએ 2.45 કરોડના લાલ ચંદનની કરી ચોરી- વાંચો વિગત

Theft of red sandalwood: એક શખ્સ આ મૂવીથી એટલો ઈન્સ્પાયર થઈ ગયો કે લાલ ચંદનની દાણચોરી કરવા લાગ્યો

મુંબઇ, 04 ફેબ્રુઆરીઃ Theft of red sandalwood: આજકાલ પુષ્પા ફિલ્મની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુને જોરદાર એક્ટિંગ કરી છે. હોલીવુડ હોય કે બોલીવુડ કે પછી સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર તમામ લોકો પુષ્પા મૂવીથી ખૂબ જ વધારે ઈન્ફ્લુઅન્સ થઈ ચૂક્યા છે.

સોશ્યલ મીડિયા પર આપને દર બીજા કે ત્રીજા રિલ્સમાં પુષ્પા મૂવીની એક રીલ જોવા મળશે. એક શખ્સ આ મૂવીથી એટલો ઈન્સ્પાયર થઈ ગયો કે લાલ ચંદનની દાણચોરી કરવા લાગ્યો. પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે તેમ છતાં સમગ્ર સોશ્યલ મીડિયા પર આ યુવકની કહાની જ શેર કરવામાં આવી રહી છે. 

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરના આધારે શખ્સનુ નામ યાસીન ઈનાયતુલ્લા છે. તેણે પુષ્પા જોઈ અને ઈન્સ્પાયર થઈ ગયો. ઈન્સ્પાયર થઈને તેણે 2.45 કરોડનુ લાલ ચંદન ચોરી કર્યુ અને તેને ટ્રકમાં ભરીને વેચવા ચાલ્યો. લાકડાને ફળ અને શાકભાજીઓથી ઢાંકી દીધા પરંતુ મહારાષ્ટ્ર પોલીસે સાંગલી નજીક યાસીન ઈનાયતુલ્લાને ઘેરી લીધો.

આ પણ વાંચોઃ Godhra highway Accident: ગોધરા હાઇવે પર બાઇક અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, પતિ-પત્ની અને પુત્રીનું મોત

Gujarati banner 01