5cb70e7a e7c8 4968 9e58 3fb9c6c9503e

Difficulty in getting ration card: અમદાવાદના આ વિસ્તારમાં અનાજ મેળવવામાં પડતી મુશ્કેલીઓના કારણે આપ નો હલ્લા બોલ

Difficulty in getting ration card: ઝોનલ ઓફિસર રવિન્દ્ર સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી કચેરીએ હાજર જ રહેતા નથી.

અમદાવાદ, 04 ફેબ્રુઆરીઃ Difficulty in getting ration card: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અન્ન નાગરિક પુરવઠા નિગમની નરોડા ઝોનલ ઓફિસે લોકોએ પોતાનો રેશન કાર્ડ કઢાવવામાં અને અનાજ મેળવવામાં પડતી મુશ્કેલીઓના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હલ્લા બોલ કર્યો હતો.ઝોનલ ઓફિસર રવિન્દ્ર સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી કચેરીમાં આવતા જ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

છેલ્લા ઘણાં સમય થી નરોડા ઝોનલ ઓફિસ ચર્ચામાં રહ્યું છે. આમ નાગરિકોને પોતાનો નવું રેશનિંગ કાર્ડ કઢાવવામાં અજન્ટનો સહારો લેવો પડે છે.નવું રેશનિંગ કાર્ડ માટે મળતીયાઓને ત્રણ હજાર કરતા વધુ રૂપિયા આપવા પડે છે.નાગરિકોને પોતાના હકનો અનાજ પણ મળતો ન હોવાથી કેટલાક લોકોએ કુબેરનગર વોર્ડની આમ આદમી પાર્ટીની ઓફિસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ Theft of red sandalwood: ‘પુષ્પા’ ફિલ્મથી પ્રેરિત થઈને આ વ્યક્તિએ 2.45 કરોડના લાલ ચંદનની કરી ચોરી- વાંચો વિગત

ત્યારે કુબેરનગર વોર્ડ ના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર,ગીતાબેન સુંદરવા,પ્રકાશભાઈ,નવદીપભાઈ ઇન્દ્રેકર, આલોક તમાઇચી અને સરદાર નગર વોર્ડના પ્રમુખ પરેશભાઈ સહિત કાર્યકરો ઝોનલ ઓફિસે ગયા હતા.આ ઓફિસમાં ઝોનલ ઓફિસર રવિન્દ્ર સોલંકી હાજર ન હતા .પરંતુ ઓફિસના ઈન્ચાર્જ જયેશભાઇ હાજર હતા.તેમને કહ્યું કે છેલ્લા ઘણા સમય થી ઝોનલ ઓફિસર હાજર જ રહેતા નથી..આપ ના કાર્યકરોએ લોકોની સમસ્યાની વાત કરી હતી.વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર એ સોલંકીને વારંવાર ફોન કરવા છતાં કોઈ તસ્દી લીધી નહતી.

વધુમાં આમ આદમી પાર્ટીના કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરએ કહ્યું હતું કે,આ વિસ્તારમાં રેશનિંગની દુકાન ધરાવતા લોકો ગરીબોના હકનો અનાજ બારોબાર વેચી મારે છે.અનેક ફરિયાદ બાદ પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.નરોડા ઝોનલ વિસ્તારના આવતી રેશનિંગની દુકાનો બોગસ કાર્ડ બનાવી લોકોના હકનો અનાજ સગેવગે કરી રહી છે.બી પી એલ કાર્ડ મેળવવા ખુદ અધકારીઓ અજેન્ટનો સંપર્ક કરવા જણાવે છે .આ મામલે જો કોઈ સુખદ નિરાકરણ નહિ આવે તો સોમવારે આપ ના કાર્ય કરો ઝોનલ ઓફિસનો ઘેરાવો કરશે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *