violence during football match

violence during football match: ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળતાં 127ના મોત- વાંચો શું છે મામલો?

violence during football match: સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટે અધિકારીઓએ આંસુ ગેસની મદદ લેવી પડી હતી

નવી દિલ્હી, 02 સપ્ટેમ્બરઃ violence during football match: ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળવાના કારણે 127 લોકોના મોત થયા છે. ઘટનાની વિગતો પ્રમાણે ઈસ્ટ જાવાના કાંજુરૂહાન સ્ટેડિયમ ખાતે અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા ક્લબ વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. મેચમાં અરેમાની ટીમ હારી ગઈ ત્યાર બાદ બંને ટીમના ચાહકો એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરી પડ્યા હતા. 

મેચમાં હાર બાદ નિરાશ થયેલા ચાહકોએ લડાઈ શરૂ કરી ત્યાર બાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. શનિવારે રાતે મલંગ રીજન્સીના કંજુરૂહાન સ્ટેડિમય ખાતે તેની ક્ષમતા કરતાં પણ વધારે આશરે 40,000 જેટલા દર્શકો ઉપસ્થિત હતા. મેચના પરિણામ બાદ હારનારી અરેમા ટીમના સમર્થકો મેદાનમાં ઉતરી આવ્યા હતા અને હિંસક બની ગયા હતા. 

આ પણ વાંચોઃ Gujarat has increased the sports budget: 20 વર્ષોમાં ગુજરાતે ઊભું કર્યું વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે રાજ્યએ સ્પોર્ટ્સ બજેટમાં કર્યો વધારો

સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટે અધિકારીઓએ આંસુ ગેસની મદદ લેવી પડી હતી અને સમગ્ર ઘટનામાં 2 પોલીસ અધિકારી સહિત કુલ 127 લોકોના મોત થયા છે. સ્ટેડિયમમાં નાસભાગના કારણે 34 લોકોના મોત થયા હતા જ્યારે બાકીના 93 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. 

આ પણ વાંચોઃ Wind energy pioneer Tulsi Tantu passes away: દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવનાર સુઝલોનના ચેરમેન તુલસી તંતીનું નિધન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.