15 MLAS took oath as ministers in Rajasthan

15 MLAS took oath as ministers in Rajasthan: કેબિનેટમાં ફેરબદલ, અસંતુષ્ટો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ-વાંચો કેબિનેટના સભ્યો વિશે

15 MLAS took oath as ministers in Rajasthan: કોંગ્રેસે આ મંત્રીમંડળ પુન:રચનામાં ગેહલોત અને પાયલટ જૂથની વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તે હિસાબથી ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવ્યો છે. 4 દલિત ધારાસભ્યોએ પણ મંત્રીમંડળાં સ્થાન આપવામાં આવ્યુ

નવી દિલ્હી, 22 નવેમ્બરઃ 15 MLAS took oath as ministers in Rajasthan: રાજસ્થાન કોંગ્રેસમાં આખરે આજે ગેહલોક સરકારનુ પુનઃરચના થઈ ગઈ. રાજસ્થાનમાં રાજ્યપાલ કલરાજ મિશ્રએ કોંગ્રેસ ધારાસભ્ય મહેન્દ્રજીત સિંહ માલવીય, રામપાલ જાટ, મહેશ જોશી અને વિશ્વેન્દ્ર સિંહ સહિત કેટલાક 15 ધારાસભ્યોને મંત્રી પદની શપથ અપાવી. નવા મંત્રીમંડળમાં સચિન પાયલટના મંત્રીઓને સ્થાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

આમાંથી 11 ને કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાવાયા જ્યારે 4 ને રાજ્ય મંત્રીનુ પદ આપવામાં આવ્યુ છે. કોંગ્રેસે આ મંત્રીમંડળ પુન:રચનામાં ગેહલોત અને પાયલટ જૂથની વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તે હિસાબથી ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવ્યો છે. 4 દલિત ધારાસભ્યોએ પણ મંત્રીમંડળાં સ્થાન આપવામાં આવ્યુ છે.

જયપુરમાં થયેલા શપથ ગ્રહણ સમારોહમાં રમેશ મીણા, મમતા ભૂપેશ બૈરવા, ભજન લાલ જાટવ અને ટીકારામ જૂલીએ રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

આ પણ વાંચોઃ Grenade attack on pathankot: પઠાણકોટ છાવણી પર ગ્રેનેડ વડે હુમલો, સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ- વાંચો વિગત

આ સિવાય ગોવિંદ રામ મેઘવાલ અને શકુંતલા રાવતે પણ રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. બૃજેન્દ્ર સિંહ ઓલા અને મુરારી લાલ મીણાએ કેબિનેટમાં રાજ્ય મંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. રાજસ્થાન સરકારમાં ત્રણ મહિલાઓને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

નવા મંત્રીમંડળની રચના પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરી મંત્રી બનનાર તમામ ધારાસભ્યોને શુભકામનાઓ આપી. તેમણે ટ્વીટ કરી કહ્યુ, આજે રાજસ્થાન સરકારના મંત્રી તરીકે શપથ લેનાર તમામ વિધાયકગણને શુભકામનાઓ.

તેમણે ટ્વીટર પર લખ્યુ, છેલ્લા 35 મહિનામાં અમારી સરકારે પ્રદેશને સંવેદનશીલ, પારદર્શી અને જવાબદેહ સુશાસન આપવાનુ કાર્ય કર્યુ છે. તમામ વિપરીત પરિસ્થિતિઓ છતાં અમારી સરકારે પ્રદેશને વિકાસના પથ પર આગળ વધાર્યા છે.

Whatsapp Join Banner Guj