Actress Rupa Dutta arrested

Actress Rupa Dutta arrested: ચોરીના આરોપમાં અભિનેત્રી રૂપા દત્તાની થઇ ધરપકડ

Actress Rupa Dutta arrested: બેગની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી અનેક પૈસાની થેલીઓ મળી આવી હતી અને તેમાં કુલ રૂ. 75,000 હતા.

અમદાવાદ, 14 માર્ચ: Actress Rupa Dutta arrested: બંગાળી અભિનેત્રી રૂપા દત્તાની 12 માર્ચ, 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં ખિસ્સાકાતરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિધાનનગર પોલીસે રૂપા દત્તા પાસે થી  રૂ. 75,000 મળી આવ્યા હતા.મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં તૈનાત પોલીસકર્મીઓએ એક મહિલાને ડસ્ટબીનમાં બેગ ફેંકતા જોઈ.

જ્યારે પોલીસકર્મીઓએ શંકાના આધારે મહિલાની પૂછપરછ કરી તો તે યોગ્ય જવાબ આપી રહી ન હતી. જ્યારે તેની બેગની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી અનેક પૈસાની થેલીઓ મળી આવી હતી અને તેમાં કુલ રૂ. 75,000 હતા.

Actress Rupa Dutta arrested: મહિલાને વિધાનગર ઉત્તર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ત્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે બંગાળી અભિનેત્રી રૂપા દત્તા છે. તેણે બંગાળી સહિત અનેક હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે. પૂછપરછ દરમિયાન તેણે પોકેટીંગની કબૂલાત કરી છે. પોલીસે રૂપા દત્તાની વધુ તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં રૂપા દત્તાને કોર્ટમાં લઈ જવામાં આવશે.

આ પણ વાંચો..Amdavad club holi cancel: અમદાવાદમાં આ વર્ષે પણ નહીં ઉજવાય આ બે ક્લબોમાં હોળી-ધૂળેટી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.