Vaccine

Vaccination of 12 to 14 year children: વાલીઓ માટે સારા સમાચાર: આ તારીખથી 12 થી 14 વર્ષના બાળકોને લાગશે કોરોના વેક્સિન

Vaccination of 12 to 14 year children: સરકારે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોને રસી આપવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી, ૧૪ માર્ચ: Vaccination of 12 to 14 year children: દેશમાં કોરોનાનો કહેર ભલે ઓછો થયો હોય, પરંતુ તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો પોતાની રસીકરણ છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે બાળકોના વેક્સિનેશન માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોને રસી (Vaccination of 12 to 14 year children) આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ વાત ની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: Actress Rupa Dutta arrested: ચોરીના આરોપમાં અભિનેત્રી રૂપા દત્તાની થઇ ધરપકડ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. તેમણે વધુમાં લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ લઈ શકશે. તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી. .

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં ગઈકાલે કોરોનાના 2503 કેસ નોંધાયા હતા અને 57 લોકોના મોત થયા હતા. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 36,138 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 29 લાખ 93 હજાર 494 નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5 લાખ15 હજાર 907 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતમાં વેક્સિનની સ્થિતિ

ભારતમાં અત્યાર સુધી 96 કરોડ 88 લાખ 80 હજાર 303 લોકોને પ્રથમ ડોઝ, 81 કરોડ 30 લાખ 76 હજાર 716 લોકોને બીજી ડોઝ અને 2 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે.

Gujarati banner 01