Bhagwant Mann 4

Bhagwant mann oath punjab cm: ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM એ આપી ​​શુભેચ્છાઓ

Bhagwant mann oath punjab cm: ભગવંત માન પંજાબના 25મા અને નેતા તરીકે 17મા મુખ્યમંત્રી

નવી દિલ્હી, ૧૬ માર્ચ: Bhagwant mann oath punjab cm: આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને આજે પંજાબના મુખ્યમંત્રીના રૂપમાં શપથ (Bhagwant mann oath punjab cm) લઇ લીધા છે. સ્વતંત્રા સેનાની ભગત સિંહના પૈતૃક ગામ ખટકડ કલાંમાં આયોજિત કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ભગવંત માનને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા.

ભગવંત માન પંજાબના 25મા અને નેતા તરીકે 17મા મુખ્યમંત્રી (Bhagwant mann oath punjab cm) છે. શપથગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પંજાબના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા. 

આ પણ વાંચો: Empowerment Ride 2022: ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન’ એમ્પાવરમેન્ટ રાઇડ-ર૦રરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

શપથ લીધા બાદ તેમણે તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અહંકાર ન કરવાની અપીલ કરી હતી. જેમણે અમને વોટ નથી આપ્યા તેમને પણ આપણે માન આપવું પડશે. હું આપ સૌનો અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું. તેમણે કહ્યું કે આપણે આજથી જ કામ શરૂ કરવાનું છે, અમારે એક પણ દિવસ બગાડવો નથી. આપણે પંજાબના વિકાસ માટે કામ કરવાનું છે.

PM એ આપી ​​શુભેચ્છાઓ

પંજાબ ચૂંટણીમાં આપે નોંધાવી 92 સીટો પર જીત

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માં આમ આદમી પાર્ટીએ મોટી જીત નોંધાવી હતી અને બે-તૃતિયાંશ બહુમત પ્રાપ્ત કર્યો. ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલા પરિણામો અનુસાર આમ આદમે પાર્ટીએ પંજાબની 117 સીટોમાંથી 92 સીટો પર જીત પ્રાપ્ત કરી, જ્યારે કોંગ્રેસ 18 સીટ જ જીતી શકી. શિરોમણિ અકાલી દળે ત્રણ અને ભાજપે 2 સીટ પર જીત પ્રાપ્ત કરી, તો બીજી તરફ એક સીટ બસપા અને એક સીટ અપક્ષે પણ જીતી. 

Gujarati banner 01