The Kashmir Files movie

The Kashmir files movie support: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે આ ફિલ્મમેકરે પોતાની ફિલ્મને લઇને લીધું આ મોટો નિર્ણય, વાંચો વિગતે

The Kashmir files movie support: ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને થિયેટરોમાં ચલાવવા માટે, એક ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે તેમની ફિલ્મને સિનેમા હોલમાંથી હટાવી દીધી

મનોરંજન ડેસ્ક, ૧૬ માર્ચ: The Kashmir files movie support: કાશ્મીરી પંડિતોના નરસંહાર અને વિસ્થાપન પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે. હવે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મને થિયેટરોમાં ચલાવવા માટે, એક ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે તેમની ફિલ્મને સિનેમા હોલમાંથી હટાવી દીધી છે

આ નિર્માતા-નિર્દેશક છે ચંદ્રેશ ભટ્ટ. ચંદ્રેશ ભટ્ટ એક ગુજરાતી ફિલ્મ નિર્માતા છે. તાજેતરમાં જ તેની ગુજરાતી ફિલ્મ ‘પ્રેમપ્રકરણ’ રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કારણે ચંદ્રેશ ભટ્ટે આ ફિલ્મને સિનેમા હોલમાંથી હટાવી દીધી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતે આ માહિતી આપી છે. તેણે ટ્વિટર પર તેના એક પ્રશંસકના ટ્વિટને રિટ્વીટ કર્યું છે.

આ પણ વાંચો: Bhagwant mann oath punjab cm: ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM એ આપી ​​શુભેચ્છાઓ

વિવેક અગ્નિહોત્રીના પ્રશંસકે ટ્વિટર પર ફિલ્મ ‘પ્રેમ પ્રકરણ’ નું પોસ્ટર શેર કર્યું અને તેના ટ્વિટમાં લખ્યું, ‘ગુજરાતમાં, કાશ્મીર ફાઇલ્સના સમર્થનમાં એક ગુજરાતી ફિલ્મને થિયેટરમાંથી હટાવી દેવામાં આવી છે. આ ફિલ્મ ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિવેક અગ્નિહોત્રીએ ચાહકના આ ટ્વિટને રીટ્વીટ કરીને ગુજરાતી ભાષામાં ફિલ્મ પ્રેમ પ્રકરણ ના નિર્માતાઓ અને સમગ્ર ટીમનો આભાર માન્યો.

સોમવારે તેમના એક સંબોધનમાં પીએમ મોદીએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને તેના નિર્માતાઓની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આ ફિલ્મ એ જ સત્ય પર આધારિત છે જે 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો સાથે થયું હતું. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સમાચારોમાં રહે છે. એટલું જ નહીં, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ ઘણારાજ્યો માં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

Gujarati banner 01