Bangalore cafe blast

Blast in Bangalore Rameswaram Cafe: બેંગ્લોરના રામેશ્વર કેફેમાં થયો બ્લાસ્ટ, 9 લોકો ગંભીર રીતે ઘાયલ- આરોપીની તપાસ ચાલુ

Blast in Bangalore Rameswaram Cafe: બ્લાસ્ટના સમાચાર લોકો સુધી પહોંચ્યા તો અફરા-તફરી મચી ગઇ

બેંગ્લોર, 01 માર્ચઃ Blast in Bangalore Rameswaram Cafe: બેંગ્લોરના એક કેફેમાં રહસ્યમયી બ્લાસ્ટ થયો છે. અહીં એક બેંગમાં રાખવામાં આવેલા સામાનમાં બ્લાસ્ટ થતાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ રામેશ્વરના કેફેમાં થયો છે. બ્લાસ્ટના સમાચાર લોકો સુધી પહોંચ્યા તો અફરા-તફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા જ ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને DCP પોતે નિરીક્ષણ માટે સ્થળ પર જઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર હાજર છે. બ્લાસ્ટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 

આ પણ વાંચોઃ Fenugreek water: સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક- આ બીમારીઓ થાય છે દૂર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો