Fenugreek water

Fenugreek water: સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક- આ બીમારીઓ થાય છે દૂર

Fenugreek water: મેથીમાં ફાઈબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે

હેલ્થ ડેસ્ક, 01 માર્ચઃ Fenugreek water: મેથી ભલે ગમે તે સ્વરૂપમાં લેવામાં આવે, તેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે. જે બ્લડમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે. મેથીમાં ફાઈબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. મેથી દાણાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.   

1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પછી, સવારે ઉઠ્યા પછી, આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો. આ મેથીનું પાણી ખાલી પેટ પીવાથી વજન અને સુગર બંને ઝડપથી ઘટવા લાગે છે. ખાલી પેટ મેથીનું પાણી શરીરને ઘણુ ફાયદાકારક છે.

  • પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે પીવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓમાં રાહત મળશે. આ સિવાય આ પાણી પીવાથી ગેસ, અપચો અને કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ Reliance and Disney Marge: રિલાયન્સ અને ડિઝનીની ડીલ થઇ ફાઇલ, આ જોઇન્ટ વેન્ચરની ટ્રાન્ઝેક્શન વેલ્યુ 70,352 કરોડ રૂપિયા હશે

  • મેથીનું પાણી ત્વચાની એલર્જીને ઓછી કરે છે. તે સરળતાથી ખીલ, ડાઘ દૂર કરે છે અને ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.
  • મેથીમાં ફાઈબર વધુ હોય છે જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાંધાના દુખાવાથી પણ મેથીના પાણીથી રાહત મળે છે.
  • મેથીના પાણીથી માસિક ધર્મમાં થતી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે. મેથીનું પાણી સ્પર્મ કાઉન્ટ વધારે છે. મેથી ભૂખ વધારવામાં મદદ કરે છે.
  • મેથીનું પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો