Burning Ravana fell on the crowd

Burning Ravana fell on the crowd: સળગતું રાવણનું પૂતળું ભીડ પર પડ્યુ, લોકો જીવ બચાવીને ભાગ્યા- અનેક લોકોને ઇજા

Burning Ravana fell on the crowd: રાવણ દહન દરમિયાન રાવણનું પૂતળું લોકોની ભીડ પર પડ્યું

નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃ Burning Ravana fell on the crowd: વિજયાદશમીએ રાવણનું પૂતળું સળગાવવાની અનોખી પરંપરા છે. આ પરંપરા અનુસાર, બુધવારે સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હરિયાણાના મુમુનાનગરમાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. રાવણ દહન દરમિયાન રાવણનું પૂતળું લોકોની ભીડ પર પડ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે રાવણનું પૂતળું પડવાના કારણે 15 લોકો ઘાયલ થયા હતા. યમુનાનગરમાં દશેરાના દિવસે મોડી સાંજે રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાને આગ ચાંપી દેવામાં આવી હતી. અચાનક જ રાવણનું સળગતું પૂતળું લોકોની ભીડ પર પડ્યું. રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. અચાનક સળગતું પૂતળું ભીડ પર તૂટી પડતાં લોકોમાં નાસભાગ મચી હતી અને આ દરમિયાન 15થી વધુ લોકો દાઝી ગયા હતા.

આ પણ વાંચોઃ Rain forecast: ગુજરાતના આ વિસ્તારો વરસાદની આગાહી, દશેરાના મહાપર્વે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો- વાંચો વિગત

આ પણ વાંચોઃ Papankusha ekadashi 2022: આજે પાપાંકુશા એકાદશીનું વ્રત, જાણો પૌરાણિક મહત્વ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.