lord vishnu

Papankusha ekadashi 2022: આજે પાપાંકુશા એકાદશીનું વ્રત, જાણો પૌરાણિક મહત્વ

Papankusha ekadashi 2022: પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે તે, આ એકાદશીનું વ્રત કરવાથી કઠીન તપસ્યાનું ફળ મળે છે અને મનોકામના પુરી થાય છે

ધર્મ ડેસ્ક, 06 ઓક્ટોબરઃPapankusha ekadashi 2022: દશેરાના બીજા દિવસે પાપાંકુશા એકાદશીનું વ્રત હોય છે. આ દિવસે વ્રત-ઉપવાસની સાથે-સાથે ભગવાન વિષ્ણુની પણ પુજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી 6 ઓકટોબરના રોજ છે. પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે તે, આ એકાદશીનું વ્રત કરવાથી કઠીન તપસ્યાનું ફળ મળે છે અને મનોકામના પુરી થાય છે.

અંગિરા ઋષિએ જણાવી એકાદશી વ્રતની વિધિ
પૌરાણિક કથા અનુસાર એક સમયે વિંધ્ય પર્વત પર ક્રોધન નામનો બહેલિયા રહેતો હતો. તેમનું આખું જીવન પાપમાં વીત્યું હતું. જ્યારે તેમના મૃત્યુનો સમય આવ્યો, ત્યારે તેઓ ભયથી મહર્ષિ અંગિરાના આશ્રમમાં પહોંચ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઋષિ, મેં આખી જિંદગી પાપ કર્યા છે.

આ પણ વાંચોઃ Stoppage restored at Khambhaliya station: ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ અને ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનું ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ પુનઃસ્થાપિત

મને એવો ઉપાય કહો, જેથી મારાં પાપોનો અંત આવે અને મોક્ષ મળે. તેમની વિનંતી પર મહર્ષિ અંગિરાએ તેમને પાપંકુશ એકાદશીનું વ્રત કરવાનું કહ્યું હતું. તેમના કહેવા મુજબ બહેલીયાએ આદરપૂર્વક આ વ્રત કર્યું અને તમામ પાપોમાંથી મુક્તિ મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વ્રત દશેરાની તિથિ જ શરૂ કરવામાં આવે છે, એટલે કે દશેરાથી જ આ નિયમનું પાલન કરે છે.આ દિવસે સાત પ્રકારના ધન એટલે કે, ઘઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરની દાળ ન ખાવી જોઈએ, એકદશીના દિવસે આ સાત ધાનની પૂજા કરવામાં આવે છે. કોશિશ કરવી જોઈએ કે, દશેરા અને એકાદશીના દિવસે ઓછું બોલવું જોઈએ. દશેરાના દિવસે તામસી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ Saurashtra Janata Express: વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનું સાણંદ સ્ટેશને રોકાણ

Gujarati banner 01