knife attack

Attempt to cut a girl’s throat: સુરતમાં ફરી 14 વર્ષીય કિશોરી પર પાગલ પ્રેમીએ ગળુ કાપવાનો કર્યો પ્રયાસ

Attempt to cut a girl’s throat: 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો

સુરત, 06 ઓક્ટોબરઃAttempt to cut a girl’s throat: સુરતીઓ ગ્રીષ્મા વેંકરિયાની ઘટના આજે પણ ભૂલી શક્યા નથી. આજે પણ નજર સામે કેવી રીતે જાહેરમાં તેનુ ગળુ કપાયું હતું તે યાદ કરીને હચમચી જવાય છે. ફરી એકવાર તેવી જ ઘટના બની છે.

14 વર્ષની કિશોરી પર એક ટપોરીએ હુમલો કર્યો હતો. યુવકે તેને સંબંધ બાંધવા દબાણ કરીને કિશોરીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનો ગાલ ચીરાયો હતો.

આ પણ વાંચોઃ Burning Ravana fell on the crowd: સળગતું રાવણનું પૂતળું ભીડ પર પડ્યુ, લોકો જીવ બચાવીને ભાગ્યા- અનેક લોકોને ઇજા

લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ગાલ પર 17 ટાંકા લેવામાં આવ્યાં છે. 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે, પીડિત કિશોરીએ પોલીસને જણાવ્યું કે, પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ Rain forecast: ગુજરાતના આ વિસ્તારો વરસાદની આગાહી, દશેરાના મહાપર્વે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો- વાંચો વિગત

Gujarati banner 01