Rain 600x337 1

Rain forecast: ગુજરાતના આ વિસ્તારો વરસાદની આગાહી, દશેરાના મહાપર્વે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો- વાંચો વિગત

Rain forecast: હવામાન વિભાગે 8થી 11 ઓક્ટોબર દરમિયાન કરી વરસાદની આગાહી

અમદાવાદ, 06 ઓક્ટોબરઃ Rain forecast: હવામાન વિભાગ દ્વારા આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દશેરાના મહાપર્વે ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે.

8મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 7 અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.

9મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Papankusha ekadashi 2022: આજે પાપાંકુશા એકાદશીનું વ્રત, જાણો પૌરાણિક મહત્વ

આ પણ વાંચોઃ Stoppage restored at Khambhaliya station: ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ અને ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનું ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ પુનઃસ્થાપિત

Gujarati banner 01