cancel train 2

Canceled Train Update: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઈન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

Canceled Train Update: 11 જાન્યુઆરી 2025 સુધી બ્લોક લેવામાં આવ્યો હતો જેને 15 જાન્યુઆરી 2025 સુધી વધારવામાં આવ્યો

google news png

Canceled Train Update: પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રિપેરીંગ અને પુનઃબાંધકામ કામ માટે 11 જાન્યુઆરી 2025 સુધી બ્લોક લેવામાં આવ્યો હતો જેને 15 જાન્યુઆરી 2025 સુધી વધારવામાં આવ્યો છે. તે મુજબ નીચે લખેલ કેટલીક પેસેન્જર/મેમૂ ટ્રેનો 15 જાન્યુઆરી 2025 સુધી પ્રભાવિત રહેશે.

BJ ADVT

પૂર્ણપણે રદ ટ્રેન

  1. તારીખ 15.01.2025 સુધી ટ્રેન નંબર 69116 (09274) અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે.

આંશિક રદ ટ્રેન

  1. તારીખ 15.01.2025 સુધી ટ્રેન 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  2. તારીખ 15.01.2025 સુધી ટ્રેન 69113 (09315) વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

આ પણ વાંચો:- Vaishno Devi Katra Express canceled: જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો