Cheap fuel from waste

Cheap fuel from waste: બિહારના યુવકોનો કમાલ; પ્લાસ્ટિકના કચરામાંથી આટલું સસ્તુ ઇંધણ બનાવવાની ફોર્મ્યુલા શોધી

અમદાવાદ, ૦૪ નવેમ્બર: Cheap fuel from waste: જ્યાં એક તરફ મોંઘા પેટ્રોલ-ડીઝલે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. તો બીજી બાજુ દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો વધતો કચરો પર્યાવરણ અને લોકોના આરોગ્યને પણ બગાડી રહ્યો છે, પરંતુ બિહારમાં યુવાનોની એક ટીમે આ બંને સમસ્યાઓ નો એક સાથે ઉકેલ શોધી કાઢ્યો છે અને પ્લાસ્ટિકના કચરામાંથી બળતણ તૈયાર કરવાની ફોર્મ્યુલા શોધી છે. જેમાં છ રૂપિયાના પ્લાસ્ટિક માંથી 70 રૂપિયાનું પેટ્રોલ- ડિઝલ બને છે.

બિહારના મુઝફ્ફરપુરના 8 યુવકોની ટીમે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ તૈયાર (Cheap fuel from waste) કર્યું છે. આ પગલાથી જ્યાં એક તરફ સસ્તી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થશે ત્યાં પ્લાસ્ટિકના કચરાના નિકાલનો ઉકેલ પણ આવશે. મુઝફ્ફરપુરના ખરોના ગામમાં તેનો એક પ્લાન્ટ મંગળવારથી શરૂ થયો છે. આ યુવાનોની ટીમનું નેતૃત્વ ભારતીય આંકડાકીય સંસ્થા (ISI દિલ્હી)ના વિદ્યાર્થી આશુતોષ મંગલમ કરી રહ્યા છે. તેમની સાથે આ ટીમમાં શિવાની, સુમિત કુમાર, અમન કુમાર અને મોહમ્મદ હસન વગેરેનો સમાવેશ થાય છે. મંગલમે તેના સાથીદારો સાથે 2019માં આ ટેક્નોલોજીની ટ્રાયલ કરી હતી અને સફળતા મળતાં વર્ષ 2020માં પેટન્ટ કરાવી હતી.

આ પણ વાંચો…Diwali festival: દિવાળી: ખુશીઓથી ઝગમગતો સૌનો પ્રિય ઉત્સવ

બિહાર સરકારના જમીન મહેસૂલ મંત્રી સુરત રાય દ્વારા મંગળવારે પ્લાન્ટનું ઉદ્ઘાટન (Cheap fuel from waste) કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં એક લીટર બાયો ડીઝલ બનાવવાની કિંમત 62 રૂપિયા છે અને તે 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી શકાય છે.પ્લાસ્ટીકનો કચરો મહાનગરપાલિકા પાસેથી રૂ. 6 પ્રતિ કિલોના દરે ખરીદવામાં આવે છે

Whatsapp Join Banner Guj

 આ યુનિટ દરરોજના 200 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 175 લિટર બાયો-પેટ્રોલ-ડીઝલ તૈયાર થાય છે. મંગલમ કહે છે કે પ્લાસ્ટિકના કચરામાંથી જે ઈંધણ તૈયાર થશે તે પર્યાવરણ માટે ફાયદાકારક રહેશે.