GhazipurBorderClash775

clash farmers and bjp: દિલ્હી બોર્ડર પર ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, રાકેશ ટિકૈત ભાજપના નેતા પર લગાવ્યો આરોપ

clash farmers and bjp: ભાજપના કાર્યકરો ગાઝીપુર બોર્ડર પર પોતાના એક નેતાનુ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં અચાનક જ બબાલ ચાલુ થઈ ગઈ

નવી દિલ્હી, 30 જૂનઃ clash farmers and bjp: દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર સરકાર સામે આંદોલન કરી રહેલા ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ છે. એવુ મનાય છે કે, ભાજપના કાર્યકરો ગાઝીપુર બોર્ડર પર પોતાના એક નેતાનુ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં અચાનક જ બબાલ ચાલુ થઈ ગઈ હતી.

ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે કે, અમને જોઈને ખેડૂતોએ હંગામો કર્યા બાદ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, ભાજપના નેતાની ગાડીને બહાર કાઢવામાં પણ પોલીસને નાકે દમ આવી ગયો હતો. દરમિયાન ખેડૂતો અને ભાજપના સમર્થકો એક બીજા સાથે ભીડાયા હતા.

Whatsapp Join Banner Guj

દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ભાજપ(clash farmers and bjp)  પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ભાજપના કાર્યકરો પોતાના નેતાનુ સ્વાગત કરવા માટે અમારા મંચ પર આવી ગયા હતા. જે ખોટૂ છે. મંચ રસ્તા પર છે તેનો મતલબ એ નથી કે મંચ પર આવી જશો. મંચ પર આવવુ હોય તો ભાજપ છોડવુ પડશે.

ભાજપના આવા કાર્યકરોને ફટકારવામાં આવશે. જો મંચ પર ભાજપનો ઝંડો લગાવીને કબ્જો કરવાનો પ્રયાસ કરશો તો તમારો ઈલાજ અમે કરીશું. હું ધમકી આપી રહ્યો છું. મંચ પર પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરો કબ્જો જમાવવા માંગતા હતા.

આ પણ વાંચોઃ Anushka sale her maternity clothes: આ કારણથી અનુષ્કા શર્મા કરી રહી છે પોતાના મેટરનિટી કપડાનું ઑનલાઇન વેચાણ- વાંચો વિગત