કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં નવા 13,203 કેસ પોઝિટીવ નોંધાયા, 131 દર્દીઓના મૃત્યુ પામ્યા

Coronavirus SARS CoV 2 de CDC en Unsplash

નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ ભારતમાં સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 1.84 લાખ  (1,84,182) થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હવે માત્ર 1.73% સક્રિય કેસ સારવાર હેઠળ છે. મોટાભાગના સક્રિય કેસની સંખ્યામાં માત્ર બે રાજ્યોમાં જ છે. દેશમાં કુલ સક્રિય કેસમાંથી 64.71% દર્દીઓ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં છે. કુલ સક્રિય કેસમાંથી કેરળમાં 39.7% દર્દીઓ જ્યારે મહારાષ્ટ્રમાં 25% દર્દીઓ છે.

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 226 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં નવા 13,203 કેસ પોઝિટીવ નોંધાયા છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13,298 નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 131 દર્દીઓના મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આ મૃત્યુઆંક છેલ્લા 8 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે.

Whatsapp Join Banner Guj

ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા વધીને 19,23,37,117 સુધી પહોંચી ગઇ છે. 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની રાષ્ટ્રીય સરેરાશ (1,39,374) કરતાં વધુ સંખ્યામાં પરીક્ષણો થયા છે.15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે.

25 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત કુલ 16,15,504 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 694 સત્રોમાં 33,303 દર્દીઓને રસી આપવામાં આવી હતી. દેશમાં આજદિન સુધીમાં કુલ 28,614 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.03 કરોડ (1,03,30,084) થઇ ગઇ છે જેના કારણે સાજા થવાનો દર પણ 96.83% થઇ ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે જે હાલમાં 1,01,45,902 છે.

GEL ADVT Banner

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79.12% દર્દીઓ નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. સમગ્ર દેશમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,173 દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 1,743 નવા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં પણ એક દિવસમાં વધુ 704 દર્દીઓ સાજા થયા છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 81.26% દર્દીઓ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે સર્વાધિક 6,036 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 2,752 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં નવા 573 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 131 મૃત્યુમાંથી 80.15% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 45 દર્દી મૃત્યુ પામ્યા છે. કેરળ અને દિલ્હીમાં એક દિવસમાં અનુક્રમે વધુ 20 અને 9 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો…

એક્ટરે બાળપણના પ્રેમ સાથે કર્યા લગ્નઃ વરુણ નતાશાના લગ્નની પહેલી તસવીર સામે આવી, જુઓ ફોટા