Lemon Water

Lemon Water: વધારે પડતુ લીંબુ પાણી પીવાની ટેવ હોય તો થઇ જજો એલર્ટ, થઇ શકે છે આ બીમારીઓ

Lemon Water: સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુ નાખીને પીવાથી વજન ઓછુ થાય છે

હેલ્થ ડેસ્ક, 06 માર્ચઃ Lemon Water: અમુક લોકો ભોજન લીધા બાદ કે ક્યાંક બહારથી આવ્યા બાદ લીંબુ પાણી જ પીવે છે પરંતુ શું તમને ખબર છે કે જો તમે દિવસમાં એકથી વધુ વખત લીંબુ પાણી પી રહ્યા છો તો આ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. 

બીજી તરફ સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુ નાખીને પીવાથી વજન ઓછુ થાય છે. આ સિવાય લીંબુ તમારા પાચનશક્તિ માટે પણ ખૂબ ફાયદાકારક છે. લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જે પેટ સંબંધિત બીમારીઓને હંમેશા માટે ખતમ કરવામાં કારગર છે પરંતુ જરૂરિયાત કરતા વધુ કોઈ પણ વસ્તુ નુકસાનકારક હોય છે. 

આ પણ વાંચોઃ Festival Of Shiva Puja: 8મી માર્ચના રોજ શિવરાત્રિ આ દિવસે કરો ભગવાન શિવની સાથે-સાથે પરિવાર અને તેમના વાહનોની કરો પૂજા

  • જો તમને વધુ લીંબુ પાણી પીવાની આદત છે તો તમારે ડાયરેક્ટ પીવુ જોઈએ નહીં પરંતુ સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે તમારા દાંત સમય પહેલા કમજોર પડશે નહીં. 
  • લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે પરંતુ જો તમે વધારે પીશો તો આ પેટમાં એસિડિક સિક્રીશન વધારી દે છે. જેના કારણે પેટમાં દુખાવો થવા લાગે છે. માત્ર એટલુ જ નહીં આના કારણે ઉલટી, પેટ સંબંધિત સમસ્યા શરૂ થઈ શકે છે.
  • વધારે લીંબુ પાણી પીવાથી તમને ડિહાઈડ્રેશનની મુશ્કેલી શરૂ થઈ શકે છે. વારંવાર તમારે વોશરૂમ જવુ પડી શકે છે.
  • વધારે લીંબુ પાણી પીવાની આદત હોય તો તે તમારા માટે મુશ્કેલી શરૂ કરી શકે છે. જેમાં રહેલા સાઈટ્રિક એસિડ ઓરલ ટિશ્યૂઝમાં સોજો કરી શકે છે. જેના કારણે મોઢામાં ચાંદા પડવા લાગે છે.
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો