Fraud with Ravi kishan

Fraud with Ravi kishan: ભાજપના આ સાંસદને વેપારીએ લગાવ્યો રુ 3-25 કરોડનો ચૂનો, હવે નોંધાવી ફરીયાદ- વાંચો વિગત

Fraud with Ravi kishan: કેન્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બરઃ Fraud with Ravi kishan: ફિલ્મ અભિનેતા અને યુપી(UP)ના ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશનેમુંબઈના એક વેપારી વિરુદ્ધ રૂપિયા 3.25 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. સાંસદના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે મુંબઈના એક બિઝનેસમેને સાંસદ રવિ કિશન સાથે 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

આ અંગે તેમણે કેન્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસમાં દાખલ કરાયેલા રિપોર્ટ અનુસાર, વર્ષ 2012માં રવિ કિશને પૂર્વ મુંબઈમાં રહેતા એક વેપારીને 3.25 કરોડ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચોઃ SBI Card announces festive season offers: SBI કાર્ડ દ્વારા ગ્રાહકો માટે તહેવારોની ઓફર શરૂ- 22-5 ટકા સુધીનું મળશે કેશબેક

જ્યારે તેઓએ વેપારીને પૈસા પરત કરવાનું કહ્યું ત્યારે તેણે 34 લાખના 12 ચેક આપ્યા. આ ચેક વિલે પાર્લે, પીએમ રોડ, મુંબઈ ખાતે સ્થિત ટીજેએચડી સહકારી બેંક લિમિટેડના છે. જ્યારે સાંસદે 7 ડિસેમ્બર, 2021ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ની ગોરખપુર સ્થિત બેંક રોડ શાખામાં 34 લાખનો ચેક જમા કરાવ્યો ત્યારે ચેક બાઉન્સ થયો.

સતત પૈસાની માંગણી કરવા છતાં વેપારીએ કોઈ સંતોષકારક જવાબ ન આપતાં આખરે સાંસદ પોતે છેતરાયાની જાણ થતા, પોલીસમાં ફરિયાદ કરી છે. કેન્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

જણાવી દઈએ કે પહેલા સાંસદ કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘરિયામાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં તેઓ પ્લેનેટોરિયમ લેક વ્યૂ કોલોની સ્થિત ઘરમાં શિફ્ટ થયા છે.

આ પણ વાંચોઃ New design of Ahmedabad railway station: ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે અમદાવાદ રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન- જુઓ તસ્વીર

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.