Goa CM

Goa CM Pledged To Donate His Three Organs: આ રાજ્યના મુખ્યમંત્રીએ તેમના ત્રણ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, વાંચો…

  • હું ગોવાના તમામ લોકોને આગળ આવવા અને તેમના અંગોનું દાન કરવા વિનંતી કરું છું: પ્રમોદ સાવંત
  • ગોવામાં બીજેપી મેડિકલ સેલ દ્વારા ઓર્ગન ડોનેશન માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા પ્રોગ્રામ જેવો જ એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો

Goa CM Pledged To Donate His Three Organs: મેં મારા ત્રણ અંગો જેમાં લીવર, કિડની અને કોર્નિયાનો સમાવેશ થાય છે તેને દાન કરવાનું વચન આપી અને આ કાર્યક્રમ શરૂ કર્યો: પ્રમોદ સાવંત

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બરઃ Goa CM Pledged To Donate His Three Organs: ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આજે અંગદાન (Organ Donation) અંગેની પ્રતિજ્ઞા લીધી અને લોકોને આગળ આવવા અને મૃત્યુ પછી અંગોનું દાન કરવા વિનંતી કરી હતી. એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સાવંતે કહ્યું કે, ગોવામાં બીજેપી મેડિકલ સેલ દ્વારા ઓર્ગન ડોનેશન માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા પ્રોગ્રામ જેવો જ એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

સાવંતે જણાવ્યું હતું કે, “ભારત સરકારના સ્તરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અંગ દાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ જ કાર્યક્રમ ગોવામાં પણ અમારા BJP મેડિકલ સેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.”

તેમણે કહ્યું, “મેં મારા ત્રણ અંગો જેમાં લીવર, કિડની અને કોર્નિયાનો સમાવેશ થાય છે તેને દાન કરવાનું વચન આપી અને આ કાર્યક્રમ શરૂ કર્યો છે. હું ગોવાના તમામ લોકોને આગળ આવવા અને તેમના અંગોનું દાન કરવા વિનંતી કરું છું.” આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આગ્રાના જીઆઈસી ગ્રાઉન્ડ ખાતે અંગ દાનની પ્રતિજ્ઞાનું નેતૃત્વ કર્યું હતું, જેમાં લોકોને જીવતા રક્ત અને મૃત્યુ પછી અંગોનું દાન કરવા જણાવ્યું હતું.

અંગ દાન કરવા કરતાં મોટી માનવ સેવા બીજી કોઈ હોઈ શકે નહીં

સભાને સંબોધતા માંડવીયાએ જણાવ્યું હતું કે, બીજા જીવનને બચાવવા માટે અંગ દાન કરવા કરતાં મોટી માનવ સેવા બીજી કોઈ હોઈ શકે નહીં. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે “જીવંત રહીને રક્તદાન કરવું અને મૃત્યુ પછી અંગોનું દાન કરવા” માટે સ્પષ્ટ અપીલ કરી હતી.

અંગ પ્રત્યારોપણ પછી નિયમિત દવાઓ અને તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે “સરકારે અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવતા તમામ ગરીબ લોકોને દર મહિને રૂ. 10,000 ની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.” “તેમના નિયમિત ચેક-અપની પણ વ્યવસ્થા કરવામાં આવશે,” તેમણે ઉમેર્યું. તેમણે એમ પણ કહ્યું કે 2024ના અંત સુધીમાં દેશની તમામ હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં અંગ કાપણીની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો… Balochistan Bomb Blast: પાકિસ્તાનમાં મસ્જિદ પાસે થયો આત્મઘાતી હુમલો, આટલા લોકોના થયા મોત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો