Hindu women should not get mehndi by muslim person

Hindu women should not get mehndi by muslim person: હિન્દુ મહિલાઓને ભાજપના ધારાસભ્યોની ચેતવણી, કહ્યું- મુસ્લિમ યુવકોના હાથે મહેંદી ન લગાવડાવો

Hindu women should not get mehndi by muslim person: ખતૌલીથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ બુધવારે કહ્યું કે, મહેંદીની દુકાન ખોલનારા મુસ્લિમ યુવકોના ઈરાદા અલગ હોય છે

નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ Hindu women should not get mehndi by muslim person: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હિન્દુ મહિલાઓને કોઈ પણ મુસ્લિમ લોકોના હાથેથી મહેંદી નહીં લગાવાની વાત કહી છે. ખતૌલીથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ બુધવારે કહ્યું કે, મહેંદીની દુકાન ખોલનારા મુસ્લિમ યુવકોના ઈરાદા અલગ હોય છે. તેમના દિમાગમાં લવ જેહાદ ભરેલો હોય છે. તેઓ મહેંદી લગાવાની આડમાં લવ જેહાદ કરે છે.

ધારાસભ્યએ કહ્યું કે, લવ જેહાદના કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. મહિલાઓએ આ લોકો પાસે જવાની જરુર નથી. હું તેની વિરુદ્ધમાં છું. ધારાસભ્યએ કહ્યું કે, હિન્દુ મહિલાઓને મારો અનુરોધ છે કે, કાંતો ઘરે મહેંદી લગાવો અથવા તો હિન્દુની દુકાન અથવા તો બ્યૂટી પાર્લરમાં જઈને મહેંદી લગાવડાવો.

આ પણ વાંચોઃ Rules of Mining in Public Interest: બિઝનેસ વેગ આપતો સરકારનો અભિગમ, પડતર-સેવ્ડ કેસોની મંજૂરીની સમય મર્યાદામાં 3વર્ષનો વધારો કરાયો

ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદે 13 મહેંદી સ્ટોલ ખોલ્યા છે. જેથી હિન્દુ મહિલાઓ હિન્દુઓના હાથે મહેંદી લગાવી શકે છે. તેની સાથે જ વીએચપીએ પોતાના સભ્યોને એ ખાતરી કરવાનું કામ સોંપ્યું છે કે, મુસ્લિમ પુરુષ મેકઅપ કલાકાર હિન્દુ મહિલાઓના હાથમાં મહેંદી ન લગાવે.

આ અગાઉ મંગળવારે હિન્દુ સંગઠને લઠ પૂજન કરીને મુસ્લિમ યુવકોને ચેતવણી આપી હતી કે, તેઓ બજારમાં ક્યાંય પણ મહેંદી લગાવતા દેખાય તો તેમને પાઠ ભણાવજો, તેના પર વિક્રમ સૈનીએ કહ્યું કે, ગુસ્સામાં બધું જ થઈ જાય છે. જો અમારી બેન દિકરીઓ સાથે કોઈ છેડતી કરશે, તો લાકડીઓ ઉડશે. ભાજપ ધારાસભ્યએ કહ્યું કે, આ લોકો હિન્દુઓના તહેવારની ખુશી નથી મનાવતા, અમુક લોકો સારા પણ હોય છે. જો આપ અમારી હોળી પર ગુલાલ લગાવો, દિવાળી પર 11 દીવા પ્રગટાવો તો અમે પણ ઈદનું સન્માન કરીશું.

આ પણ વાંચોઃ Karnataka Hijab Ban: હાલ યથાવત રહેશે હિજાબ પર પ્રતિબંધ, જાણો શું કહ્યું જજે?

Gujarati banner 01