Vande Bharat Train

India 1st Vande Metro train: ભુજ થી અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે

India 1st Vande Metro train: 16 સપ્ટેમ્બરથી ભુજ થી અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે.

google news png

અમદાવાદ, 15 સપ્ટેમ્બર: India 1st Vande Metro train: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે.

આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ,આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ઉદઘાટન ટ્રેન સેવા ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો

ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન સેવા 16 સપ્ટેમ્બર 2024ના રોજ ભુજથી 16.05 કલાકે ઉપડશે અને 22.15 કલાકે અમદાવાદ પહોંચશે.
રૂટમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે.

BJ ADS

નિયમિત ટ્રેન સેવા ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ વંદે મેટ્રો

ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ વંદે મેટ્રો 17 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (શનિવાર સિવાય) અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને 23:10 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો 18 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (રવિવાર સિવાય) ભુજથી 05.05 કલાકે ઉપડશે અને 10:50 કલાકે અમદાવાદ પહોંચશે.

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન 12 કોચવાળી વંદે મેટ્રો ટ્રેન સેટ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો