ISRO CHIEF

ISRO Next Plan: સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ISROની નજર, વાંચો વિગતે…

ISRO Next Plan: એક્સપર્ટ્સ કે એક્સ-રે પોલરીમીટર સેટેલાઈટને આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારીઃ ISROના પ્રમુખ અસ. સોમનાથ

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બરઃ ISRO Next Plan: ચંદ્રયાન મિશનની સફળતા બાદ ISROની નજર હવે તારાઓ અને સૌરમંડળના બહારના ગ્રહોના રહસ્યની જાણકારી મેળવવા પર છે. ISROના પ્રમુખ અસ.સોમનાથે મંગળવારે કહ્યું કે ISROની બહારના ગ્રહોના રહસ્યોને ઉજાગર કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાંથી અમુકમાં વાયુમંડળ છે અને તેમને રહેવા યોગ્ય મનવામાં આવી રહ્યા છે.

ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમીના કાર્યક્રમમાં સોમનાથે કહ્યું કે, અંતરિક્ષ એજન્સી શુક્ર ગ્રહના અભ્યાસ માટે મિશન મોકલવા અને અંતરિક્ષના જળવાયુ તથા પૃથ્વી પર તેના પ્રભાવનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહ મોકલવાની યોજના પણ બનાવી રહી છે. તેમણે કહ્યું, એક્સપર્ટ્સ કે એક્સ-રે પોલરીમીટર સેટેલાઈટને આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારી છે. આ સેટેલાઈટને તે તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે સમાપ્ત થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.

અમે એક્સોવર્લ્ડ્સ નામના સેટેલાઈટ પર પણ વિચાર કરી રહ્યા છીએ. જે સૌરમંડળતી બહારના ગ્રહો અને અન્ય તારાના ચક્કર લગાવી રહેલા ગ્રહોનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે સૌરમંડળના બહાર 5,000થી વધારે જ્ઞાત ગ્રહ છે જેમાંથી ઓછામાં ઓછા 100 પર પર્યાવરણ હોવાની વાત માનવામાં આવી રહી છે. એક્સોવર્લ્ડ્સ મિશન હેઠળ બહારના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. સોમનાથે કહ્યું કે મંગળ પર એક અંતરિક્ષયાન ઉતરવાની યોજના છે.

ભારતમાં રોકેટમાં ઉપયોગ થતા 95 ટકા પાર્ટ્સ સ્વદેશી

CSIRના 82માં સ્થાપના દિવસમાં ઈસરો પ્રમુખ સોમનાથે કહ્યું કે ભારતમાં રોકેટના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતા લગભગ 95 ટકા પાર્ટ્સ ભારતમાં બનાવવામાં આવ્યા છે. રોકેટ અને સેટેલાઈટના વિકાસ સહિત બધી ટેક્નિક કાર્ય આપણા દેશમાં જ કરવામાં આવે છે.

આ પણ વાંચો… Boiled Chana Toast: સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ, નોંધી લો રેસિપી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો