Boiled Chana Toast

Boiled Chana Toast: સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ, નોંધી લો રેસિપી…

Boiled Chana Toast: સવારે આને ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ નથી લગતી

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ Boiled Chana Toast: બાફેલા ચણાના ટોસ્ટ એક પાવર-પેક્ડ નાસ્તો છે. સવારે આને ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ નથી લગતી. બાફેલા ચણા, શાકભાજી, લીંબુનો રસ અને ચાટ મસાલા સાથેની આ વાનગી ખાવામાં સ્વાદિષ્ટ પણ છે અને ચણા પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે હાઈ-પ્રોટીન નાસ્તો પણ છે. આવો જાણીએ તેને બનાવવાની રેસિપી…

સામગ્રી

  • 1/2 કપ ચણા
  • 2 ચમચી સમારેલી ડુંગળી
  • 1 ચમચી સમારેલા ટામેટા
  • 1 ટીસ્પૂન લીલું મરચું સમારેલું
  • 1 ટીસ્પૂન લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાટ મસાલો
  • 2 બ્રેડ સ્લાઈસ
  • બટર

રીત

ચણામાં મીઠું નાખીને બાફી લો. બાફેલા ચણાને એક બાઉલમાં કાઢીને તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા, લીલા ધાણા ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

બ્રેડની બે સ્લાઈસ બેક કરો અને દરેકને વચ્ચેથી કાપી લો. બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો. ઉપર ચણા અને શાકભાજીનું મિશ્રણ નાખો અને માણો બાફેલા ચણાના ટોસ્ટ નો સ્વાદ.

આને તમે ઉપર ચીઝ નાખીને પણ ખાઈ શકો છો અને ધાણાની લીલી ચટણી કે ટામેટાના કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. 

આ પણ વાંચો… Sharad Pawar Targets PM Modi: મહિલા આરક્ષણ બિલનો ઉલ્લેખ કરતાં શરદ પવારે માર્યો ટોણો, કહ્યું- કદાચ પીએમને ખબર નથી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો