kajal hindustani namotsav

Kajal Hindustani: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવતા સુશાસન મહિમા નમોત્સવનો સાતમો દિવસ

Kajal Hindustani: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખંડ કર્મયજ્ઞને વધાવતા તીર્થધામ પ્રેરણાપીઠ આયોજિત સુશાસન મહિમા નમોત્સવનો સાતમો દિવસ

  • Kajal Hindustani: કાર્યક્રમના સાતમો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સ્ત્રી સશક્તિકરણને અર્પણ
  • મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે પ્રતિબધ્ધ
  • નમોત્સવ કાર્યક્રમમાં ચાલી રહેલા મન કી બાતના સતત 24 કલાક વાંચન કાર્યક્રમમાં સાતમા દિવસે મહિલાઓ જ વાંચન કરશે
  • પ્રેરણાપીઠના નમોત્સવ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ વિશેષ ઉપસ્થિત રહી મન કી બાતના અંશોનું વાંચન કર્યુ
  • આ કાર્યક્રમમાં ઠક્કરબાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયાએ હાજર રહી નમોત્સવને બિરદાવ્યો

અમદાવાદ, 01 ઓક્ટોબર: Kajal Hindustani: શ્રી કલ્કિ અવતાર શ્રીનિષ્કંલકી નારાયણ ઘામ પ્રેરણાપીઠ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુસાશનનો મહિમા વર્ણવતો 22 દિવસીય કાર્યક્રમ નમોત્સવ ચાલી રહ્યો છે. જેનો સતમો દિવસ મહિલાઓના નામે કરવામાં આવ્યો હતો. પ્રેરણાપીઠ ખાતે નમોત્સવ અંતર્ગત મન કી બાતનું અખંડ વાંચન અને રિલે રિડિંગ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં સાતમા દિવસ 24 કલાક ફક્ત મહિલાઓ જ મન કી બાતનું વાંચન કરશે.

Kajal Hindustani

33 ટકા અનામત મહિલાઓને અનામત અને સ્ત્રી સશક્તિકરણને વધાવી લેવા નમોત્સવના સાતમા દિવસ મહિલાઓને ફાળવવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના ઠક્કરબાપા વિધાનસભાના ધારાસભ્ય ચંદનબેન રાદડીયા અને કાજલબેન હિન્દુસ્તાની વિશેષ ઉપસ્થિત રહી નમોત્સવ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

આ તકે કાજલબેન હિન્દુસ્તાની પ્રેરણાપીઠ ખાતેના કાર્યક્રમ નમોત્સવના આયોજનથી પ્રભાવિત થયા હતા. કાજલ બેને જણાવ્યુ કે મન કી બાતમાં વડાપ્રધાને દેશ અને દુનિયા, સમાજ ઉત્થાન તથા મહિલા સશક્તિકરણ સહિતની જે વાત કરી છે. જે તમામ માટે ખુબ જ પ્રેરણાદાયી છે. વધુમાં તેમણે લોકોને પણ મન કી બાતથી પ્રત્યક્ષ રૂબરૂ થવા પ્રેરણાપીઠ ખાતે નમોત્સવની મુલાકાત લેવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાતમાં મહિલાઓને શસક્ત બનાવવાના મહત્વ પર વાંરવાર બળ આપ્યુ છે. વધુમાં વડાપ્રધાને એમપણ કહ્યુ છે કે રાષ્ટ્રની પ્રગતિ માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે. તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો છે કે મહિલા સશક્તિકરણ ફક્ત અધિકારોનો વિષય નથી. પરંતુ તે દેશના સમગ્ર વિકાસ અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે.

Vibrant Gujarat- Vibrant District: સમગ્ર ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો પ્રારંભ

તીર્થધામ-પ્રેરણાપીઠ ખાતે નમોત્સવમાં સંકલ્પથી સિદ્ધિ સુધીની સ્વર્ણિમ ગાથા રજુ કરવામાં આવી છે. તો મન કી બાતની અવિરત વહેતીધારા દેશની જનતા સાથે સીધી જોડાયેલી છે. કારણકે ભાગ્યે જ કોઇ એવો નાગરિક હશે, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કારાયેલી યોજનાનો લાભ લીધો ન હોય…મોદી સરકારના લોકોના ઉત્થાનના કાર્ય આજે જન જન સુધી પહોંચ્યા છે. અને તેમના મન કી બાત કાર્યક્રમના 104 એપિસોડમાં વડાપ્રધાન મોદીએ એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેનાથી જનતા સીધી રીતે સરકાર સાથે જોડાણ અનુભવે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *